October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગીતાનગરથી રૂા.9.76 લાખનો ગાંજાનો જથ્‍થો ભરેલી એક કાર ઝડપાઈ

પોલીસે ૯૭.૬૫૦ કિ.ગ્રા. ગાંજા સાથે કાર ચાલક વાસીમ નજીર સૈયદ રહે.પાલઘરની કરેલી અટક: ફરાર શરીફ સલીમ શેખ અને વાપીમાં ગાંજો મંગાવનાર સિદ્દીક શેખ- રહેમાન શેખ વોન્ટેડ જાહેર કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: મહારાષ્‍ટ્ર પાલઘરથી ગાંજાનો જથ્‍થો ભરીને વાપીમાં આપવા આવેલી કારને એસ.ઓ.જી.એ ઝડપી પાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એસ.ઓ.જી. ટીમે વાપી ગીતાનગર પ્રાથમિક શાળા નજીકથી બેલેનો કાર નં.એમએચ 04 સીવી 7976ને અટકાવી તપાસ કરતા કારમાં 97 કિલો 650 ગ્રામ ગાંજો મળી આવ્‍યો હતો. કાર્યવાહી પહેલા કારની બાજુની સીટમાં બેઠેલો શરીફ સલીમ શેખ ભાગી છૂટયો હતો. જ્‍યારે કાર ચાલક વાસીમ નજીર સૈયદ રહે.ગાંધીનગર એરીયા પાલઘરની અટક કરી હતી. રૂા.9.76 લાખનો ગાંજો મુદ્દામાલ તરીકે જપ્ત કરી પોલીસે પૂછપરછ કરતા આરોપીએ આ ગાંજાનું વેચાણ કરતા વાપી ગીતાનગરના રહીશ સિદ્દીક સલીમ શેખ અને રહેમાન સલીમ શેખે મંગાવ્‍યો હતો. પોલીસે ફરાર શરીફ શેખ મળી ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા હતા.

Related posts

વલસાડમાં ગણેશ દર્શન કરી ઘરે પરત ફરતા દંપતિની મોપેડને કારે ટક્કર મારી દેતા પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

કપરાડામાં મહિલા સહાયતા કેન્‍દ્રનું ઉદઘાટન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે 

vartmanpravah

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

vartmanpravah

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

vartmanpravah

Leave a Comment