December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ ખાતે ટેમ્‍પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્‍યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્‍પાને અડફટે લીધા

ટેમ્‍પો ડ્રાઈવર બ્રિજ પરથી નીચે પટકાયો : ટેમ્‍પો અને કાર સવાર તમામને નાની મોટી ઈજાઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: પારડી નજીક અતુલ નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી વાપી તરફ જતા હાઈવે પર એક આઈસર ટેમ્‍પો નબર જીજે 15 એવી 3771 નું ટાયર ફાટતા ડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર ધસી ગયો હતો અને ત્‍યાંથી પસાર થતા અન્‍ય એક આઈસર ટેમ્‍પો નંબર એમએચ 47 એએસ 2311 અને બે કારને જેમાં આઈ10 કાર નંબર જીજે 15 સીડી 5326 ને અડફેટમાં લેતા વિચિત્ર અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં એક ટેમ્‍પો બ્રિજની રેલિંગ સાથે અથડાઈ બ્રિજ પર અધ્‍ધર લટકી ગયો હતો અને તેનો ચાલક પણ કેબિનમાંથી બ્રિજ નીચે પટકાયો હતો. આ અકસ્‍માતમાં બે કારમાં સવાર અને બે ટેમ્‍પામાં સવાર ચાલકો મળી છજેટલા લોકો ઈજાગ્રસ્‍ત થયા હોવાની માહિતી મળી છે. જેમને 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે વલસાડ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. જોકે આ અકસ્‍માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જતા ઘટના સ્‍થળે પહોંચેલી પોલીસે વાહનોને સાઈડ કરી ટ્રાફિક હળવો કર્યો હતો.

Related posts

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

vartmanpravah

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

Leave a Comment