January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
સેલવાસના વોર્ડ નંબર 15મા આમળી ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોનીમાં પાણીના કનેક્‍શન માટે ફોર્મ ભરી કનેક્‍શન આપવામાં આવેલ ત્‍યારબાદ 8મહિના પાણી આપી ફરી બંધ કરી દેવામાં આવેલ જે સંદર્ભે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ મુજબ અરજદાર નરેન્‍દ્ર ગોવિંદ ટેલર રહેવાસી આમળી ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોની જે વોર્ડ નંબર 15માં આવે છે જેમાં વર્ષ 2017માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી માટે કનેક્‍શનના ફોર્મ ભરેલ અને સાથે રકમ પણ ભરી દીધેલ અને કનેક્‍શન લીધેલ ત્‍યારબાદ 8 મહિના સુધી પાણી આપવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ અચાનક પાણી આપવાનું બંધ કરી દેતાં એ અંગે ઘણીવાર ઓનલાઇન ફરિયાદ પણ કરવામાં આવેલ ત્‍યારપછી બે દિવસ પાણી ચાલુ કરવામાં આવેલ બાદમાં ફરી બંધ કરી દેવામા આવતાં આ બાબતે જ્‍યારે પણ ફરિયાદ કરીએ છીએ તો આપના વિભાગના કર્મચારી હજી એક બે મહિના એવું જચાલશે એવો જવાબ આપે છે જેથી મને એવું લાગે છે કે અમારી સાથે કોઈ ખાનગી દુશ્‍મનાવટ કરતા હોય એવું લાગી રહેલ છે જેથી નરેન્‍દ્રભાઈએ ચીફ ઓફિસરને વિનંતી કરી છે લે અમારૂં જે પાણીનું કનેક્‍શન છે એને તાત્‍કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને અમને થઈ રહેલ અન્‍યાયનો યોગ્‍ય નિકાલ લાવવામાં આવે એમ જણાવાયું છે.

Related posts

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment