(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ મંત્રી શ્રીમતી શિતલબેન સોનીના માર્ગદર્શનમાં વાંસદા વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા સ્થાનિક કાર્યકર્તાઓને રૂબરૂ મુલાકાત કરી સૌની વિવિધ સમસ્યાઓ સાંભળી હતી તેમજ કાર્યકર્તાઓને જાતે ભોજન પીરસી, નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દિપ્તીબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, ભાજપ અગ્રણી શ્રીમતી સુમિત્રાબેન પટેલ, શ્રી લોચનભાઈ શાષાી, શ્રી શિવેન્દ્રસિંહ બાપુ, શ્રી રાકેશભાઈ શર્મા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનનાપદાધિકારશ્રીઓ, સરપંચશ્રીઓ, બૂથ સંયોજકશ્રીઓ, બૂથ પ્રમુખશ્રીઓ, પેજ પ્રમુખશ્રીઓ તથા ગત વિધાનસભા અને લોકસભામાં ઉત્તમ કામગીરી કરી શ્રેષ્ઠ કાર્યક્ષમતાનું ઉદાહરણ આપનાર કાર્યકર્તાઓ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
