January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા મહિલા પોલીસ SHE ટીમ સિનિયર સિટીઝનને સાઈબર ક્રાઈમથી માહિતગાર કરશે

SHEમાં કુલ 76 સભ્‍યો છે : જિલ્લાના 1200 જેટલા સિનિયર સિટીઝનને ઘરે ઘરે જઈ મુલાકાત લેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લા એસ.પી. દ્વારા આજથી સમાજ સુરક્ષા માટે નવતર આવકારદાયક અભિયાનનો પ્રારંભ કર્યો છે. મહિલા પોલીસની SHE ટીમ બનાવાઈ છે. આ ટીમ જિલ્લાના 1200 ઉપરાંત સિનિયર સિટીઝન-મહિલા, બાળકોને ઘરે ઘરે જઈ રૂબરૂ મળીને સાઈબર ક્રાઈમની તમામ વિગતોથી માહિતગાર કરશે. આ અભિયાન તા.22 એપ્રિલ સુધી કાર્યરત રહેનાર છે.
એસ.એચ.ઈ. ટીમમાં 76 મહિલા પોલીસનું ગઠન કરાયું છે. જિલ્લામાં મહિલા પોલીસ સ્‍ટાફ રહેણાંક વિસ્‍તારમાં જઈને સિનિયર સિટીઝનને સાઈબર ક્રાઈમ અંગે શિક્ષિત માહિતગાર કરશે. વૃધ્‍ધોને પડતી મુશ્‍કેલીઓ અંગેની તેઓજાણકારી પણ મેળવશે. એસ.પી. ઝાલા દ્વારા આ એક વિશેષ સાઈબર ક્રાઈમ અભિયાન આજથી તા.22 એપ્રિલ સુધી કાર્યરત કર્યું છે. ખાસ કરીને સિનિયર સિટીઝન, મહિલાઓને, બાળકોને સાઈબર ક્રાઈમ અંગે પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપશે. એસ.એચ.ઈ. ટીમ સમાજ સુરક્ષા માટે અહમ ભૂમિકા ભજવનાર છે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્‍કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment