Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ગામના છોકરા સાથે આડા સંબંધ છે” કહી પરિણીતાને બદનામ કરતા કૌટુંબિક જેઠને 181 અભયમે પાઠ ભણાવ્‍યા

વલસાડ તાલુકાની 28 વર્ષીય પરિણીતાને 45 વર્ષીય પડોશી જેઠ માનસિક ત્રાસ આપતો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વલસાડ તાલુકાના નજીકના એક ગામમાં રહેતી 28 વર્ષીય પરિણીતાને પડોશમાં રહેતો કૌટુંબિક જેઠ પીછો કરી ધાક ધમકી આપી માનસિક ત્રાસ આપતો હોવાથી પરિણીતાએ 181 અભયમ મહિલા હેલ્‍પલાઈનને ફોન કરી મદદ માંગી હતી. જેથી ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. જ્‍યાં પરિણીતાએ 181 અભયમને જણાવ્‍યું કે, 45 વર્ષીય કૌટુંબિક જેઠ કોઈપણ કારણ વગર પોતાના ઘર નજીક બેસી મ્‍હેણાં-ટોળા મારી માનસિક ત્રાસ આપતો હતો. ગામના છોકરા સાથે મારા આડા સંબંધ એવી ખોટી વાત કરી બદનામ કરતો હોવાથી ઝઘડા ચાલી આવતા હતા. ઘણીવાર પીછો કરી ધાક ધમકીઓ પણ આપતો હતો કે, તારા પરિવારને જાનથી મારી નાંખીશ. જેથી તેના ત્રાસથી પોતે અને પરિવાજનો કંટાળી જતા 181 અભયમ મહિલા હેલ્‍પલાઈનની મદદ માંગી હતી. અભયમની ટીમે કૌટુંબિક જેઠનું કાઉન્‍સેલિંગ કરી તેની ભૂલ પ્રત્‍યે ભાન કરાવી કાયદાકીય માર્ગદર્શન આપી જણાવ્‍યું કે, આવા કળત્‍યથી ગુનો દાખલ થતો હોય છે. જેથી સામાવાળાને પોતાની ભૂલ સમજાતા હવે પછી પોતે આવી ભૂલ ન કરે તેમ જણાવી માફી માંગતા બંને પક્ષો દ્વારા સમાધાનકરવામાં આવ્‍યું હતું. જેથી પરિણીતાએ 181 અભયમ મહિલા હેલ્‍પલાઈનનો આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આંતલીયા સ્‍થિત કાવેરી નદી કિનારેના બોરવેલમાંથી ખારું પાણી આવતાં છેલ્લા બે માસથી ઘેકટી ગામના લોકોએ ખારા પાણી પીવા મજબૂર

vartmanpravah

Leave a Comment