રક્તદાન, મેડીકલ ચેકઅપ કેમ્પ અને લંગરનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વાપી સેલવાસ રોડ ચણોદ સ્થિત ગુરુદ્વારામાં શિખ સમુદાય દ્વારા ગુરુનાનકની ઉજવણી 555મી જન્મ જયંતિની ધામધુમથી કરવામાં આવી હતી.
સમસ્ત શિખ સમાજના ધર્મગુરુ શ્રી નાનકદેવજીની 555મી જન્મ જયંતિની ઉજવણી વાપી ગુરુદ્વારામાં કરવામાં આવી હતી. ઉજવણીમાં સંતવાણી, ભજનો સાથે રક્તદાન કેમ્પ, મેડીકલ કેમ્પ, મફત કેન્સર નિદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન સાથે નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પંજાબ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંગરનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. નાનકદેવની જયંતિની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શિખ સંપ્રદાય માટે ગુરુનાનક દેવજીની જન્મ જયંતિનો અતિ મહિમા હોવાથી શિખોદ્વારા ખુબ આસ્થા અને ધામધૂમ પૂર્વક નાનક જયંતિની ઉજવણી કરી હતી.