Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

વેબપોર્ટલ પર પોતે જ રિટર્ન ભરો : રાષ્‍ટ્રીય આંકડાકીય કચેરીના નિયામક શક્‍તિ સિંહ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.13: રાષ્ટ્રીય આંકડાકીય કચેરી, (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ), પેટા પ્રાદેશિક કચેરી, વલસાડ દ્વારા તા. ૧૨મી એપ્રિલના રોજ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (વી.આઈ.એ)ના સંયુક્ત ઉપક્રમે વી.આઈ.એ.ના સભાખંડમાં વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણની અનુસૂચિને વેબપોર્ટલ દ્વારા સ્વયં ભરવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીના ઔધોગિક ક્ષેત્રોમાં આવેલ અલગ-અલગ ઉત્પાદન ક્ષેત્રોની વાર્ષિક ઔધોગિક સર્વેક્ષણની ઉચ્ચ પ્રાથમિકતાવાળી સેન્સેસ યુનિટો અને બીજા યુનિટોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય આકડાકીય કચેરી, (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ) પ્રાદેશિક કચેરી, વડોદરાના નિયામક શક્તિ સિંહ, , વીઆઈએના ઉપપ્રમુખ સુનિલ અગ્રવાલ, વીઆઈએના સંયુક્ત સચિવ કલ્પેશ વોરાએ આ શિબીરનું ઉદ્દઘાટન કર્યું હતું. ડી.વી. શાહ અને ડી.જી.પટેલ, મદદનીશ નિયામક અને ગુજરાત પૂર્વ ક્ષેત્રના સ્ટાફે પણ કેમ્પમાં ભાગ લીધો હતો. નિયામકે વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણના માધ્યમ થી એકત્ર કરેલા આંકડાઓનું મહત્વ સમજાવ્યું અને અલગ-અલગ યુનિટોના પ્રતિનિધિયોને અનુરોધ કર્યો હતો કે રિટર્ન જણાવેલ સમયમર્યાદામાં પોતે જ ભરે અને રિટર્ન ભરતી વખતે કોઈ પણ સમસ્યા આવે તો રાષ્ટ્રીય આંકડાકીય કચેરીના વરિષ્ઠ આંકડાકીય અધિકારી નો સંપર્ક કરવો.

Related posts

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

વાપીમાં છઠ્ઠ પૂજાની ભવ્‍ય ઉજવણી : હજારો ભાવિકાઓ સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય અભિષેક કર્યો

vartmanpravah

વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

vartmanpravah

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

vartmanpravah

ગુજરાતમાંથી સીકેનાયડુ ટ્રોફી માટે દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિની પસંદગી.

vartmanpravah

Leave a Comment