January 16, 2026
Vartman Pravah
Other

સરકારી ઈજનેરી કોલેજ વલસાડમાં રાષ્‍ટ્રીય સ્‍તરનો બે દિવસીય ટેકનીકલ ફેસ્ટીવલ INFINIUM : ૨૦૨૩ ઉજવાયો

જી-20 અંતર્ગત કાર્યક્રમમાં વિવિધ સ્‍પર્ધાઓ અને પ્રદર્શનો યોજાયા

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: સરકારી ઈજનેરી કોલેજ વલસાડ ખાતે રાષ્ટ્રીય સ્તરના ટેકનીકલ ફેસ્ટીવલ INFINIUM : ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. G20 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમા ઇજનેરી વિદ્યાશાખાઓને લગતી વિવિધ સ્પર્ધાઓ/પ્રદર્શનો/પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. કાર્યક્રમ ૬ વિભાગની ૨૫ થી વધુ ઇવેન્ટ્સ દ્વારા ઈજનેરી શાખામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમાં મુખ્યત્વે ENVIRO, CONSTROZIONE, ELECTRO-VENSION, MECH-MANIA, FUNTOOZ, CHEM-O-CRAFT જેવા વિભાગોનો સમાવેશ કરાયો હતો.


કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સુરતના ભુતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ યુ. કે. જેઠવા તથા સર્ટીફાઈડ એનર્જી ઓડીટર જે. આર. વ્યાસની સાથે વિવિધ ઇન્ડસ્ટ્રીઝના અન્ય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક સંસ્થા તેમજ અન્ય ઈજનેરી સંસ્થાઓ, પોલીટેકનીક કોલેજો તેમજ અન્ય સંસ્થાઓમાં ભણતા ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. ઇવેન્ટ્સમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે બૂટ-કેમ્પનું આયોજન કરવામાં પણ કરાયું હતું.
વધુમાં શાળાના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સંસ્થા સાથે સંકળાયેલા અને સાંફ્રાન્સિસ્કો, અમેરિકાની બ્લૂ હોરાઇઝન કંપનીના ફાઉન્ડર CEO શંકર હેમાડે સાથે અભ્યાસ અને કારકિર્દી માર્ગદર્શન માટે વન-ટુ-વન ઓનલાઈન લાઈવ વાર્તાલાપ કરવાની તક મળી હતી. સંસ્થા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ આ પ્રકારના આયોજનનો મુખ્ય હેતુ ઈજનેરી ક્ષેત્રે તેમનો રસ અને રુચિ કેળવાય અને મહતમ અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ પોતાની કારકીર્દી તરીકે ઈજનેરી વિદ્યાશાખાને પસંદ કરતાં થાય તે માટે હતો. તમામ વિદ્યાર્થીઓનો અને પ્રાધ્યાપકોનો ઉત્સાહ વધારવા વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલે પણ સંસ્થામાં આયોજીત આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેઓએ દરેક વિભાગમાં મૂકવામાં આવેલ કૃતિઓને નિહાળી હતી અને વિદ્યાર્થીઓને સતત આ પ્રકારની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા કુશળ ઇજનેર બનવા શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં વલસાડના અગ્રણી શિલ્પેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનુ સમગ્ર આયોજન સંસ્થાના આચાર્ય ડો. વી. એસ. પુરાણી તેમજ તમામ વિભાગના વડાઓના માર્ગદર્શન હેઠળ ટેક્ફેસ્ટ કોર્ડિનેટર્સ પ્રોફેસર નૈનેશ પટેલ તેમજ પ્રોફેસર દેવેન્દ્ર ટંડેલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટને એક ઔર વધુ મળેલું દેહ દાન

vartmanpravah

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીના ચાર કોલ્ડ સ્ટોરેજ પૈકી ત્રણ ખરાબ હાલતમાં : શબને વલસાડ લઈ જવા પડે છે

vartmanpravah

Leave a Comment