(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: સેલવાસ નગરપાલિકાએ સરકારી પ્રાથમિક હિન્દી કેન્દ્ર શાળા, ઝંડાચોકને બહુમૂલ્ય સંગીત વાદ્યયંત્રની ભેટ આપવામાં આવી છે. સેલવાસ ન.પા. પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્તે હાર્મોનિયમ, તબલા, ઈલેક્ટ્રોનિક કીબોર્ડ કેસિયો, જિયાબાઓ ડ્રમ સેટ, સ્ટ્રેયર ડ્રમ, બ્રાસ ડ્રમ સેટ, ઢોલક, ઝાલમંજીરા ભેટ કરાયા હતા. સંગીત સાધનોની સુરક્ષા માટે કવર પણ આપવામાં આવ્યા છે. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સૂરસાધનોનોવિધિવત શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. આ સંગીત સાધનો શાળાના દૈનિક અને વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોના માટે ઉપયોગી છે. સંગીત સાધનોની ભેટ મળતા શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. શાળાના આચાર્ય શ્રી બ્રજભૂષણ ઝાએ શાળા પરિવાર તરફથી સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો.