April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

  • 18-જેટલા ચૂંટણી અધિકારીઓના રિસીવિંગ સેન્‍ટર બનાવાયા હતા પરંતુ હાલમાં કડકડતી ઠંડી અને ઝાકળ પણ મોટા પ્રમાણમાં પડતી હોય તેવી સ્‍થિતિમાં આ સેન્‍ટરના મંડપો ઉપર કાપડ બાંધવાનું પણ અધિકારીઓને સૂઝ્‍યું નહીં હતું, મંડપો ખુલ્લા જ જોવા મળ્‍યા હતા, ઉપરાંત બુથ પરથી વિવિધ કવરોના જે પોટલાઓ આવ્‍યા હતા તે પણ ખુલ્લામાં જ રઝળતા જોવા મળ્‍યા હતા

  • કોલેજ રોડ ઉપર રિસીવિંગના સ્‍થળે પણ પુરતી વ્‍યવસ્‍થાનો અભાવઃ તાલુકાના ઉચ્‍ચ અધિકારીઓની છતી થવા પામેલીવહીવટી નિષ્‍ફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.20
ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા માટે અધિકારીઓ અસમર્થ રહ્યા હતા. કોલેજ રોડ ઉપર રિસીવિંગના સ્‍થળે પણ પૂરતી વ્‍યવસ્‍થાનો અભાવ જણાતા તાલુકાના ઉચ્‍ચ અધિકારીઓની વહીવટી નિષ્‍ફળતા છતી થવા પામી હતી. બુથ પરથી આવેલા કવરોના પોટલા પણ બહાર રઝળતા જોવા મળ્‍યા હતા. કડકડતી ઠંડીમાં પણ અધિકારીઓના મંડપો ઉપર કાપડ બાંધવાનું સૂઝ્‍યું ન હતું. ચીખલી તાલુકામાં મામલતદાર અને ટીડીઓની નિગરાણીમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પૂરતી વ્‍યવસ્‍થાનો અભાવ મતદાન મથકો અને રિસીવિંગના સ્‍થળે પણ જોવા મળ્‍યો હતો.
ચીખલી કોલેજ ઉપર આજે વહેલી સવાર સુધી મતપેટીઓ રિસીવિંગ કરવાની પ્રક્રિયા ચાલી હતી. આ સ્‍થળે અલગ અલગ 18-જેટલા ચૂંટણી અધિકારીઓના રિસીવિંગ સેન્‍ટર બનાવાયા હતા. પરંતુ હાલે કડકડતી ઠંડી અને ઝાકળ પણ મોટા પ્રમાણમાં પડતું હોય તેવી સ્‍થિતિમાં પણ આ સેન્‍ટરના મંડપો ઉપર કાપડ બાંધવાનું પણ અધિકારીઓને સૂઝ્‍યું ન હતું. ખુલ્લા જ મંડપો જોવા મળ્‍યા હતા. આ ઉપરાંત બુથ પરથી વિવિધ કવરોના જે પોટલાઓ આવ્‍યા હતા તે પણખુલ્લામાં જ રઝળતા જોવા મળ્‍યા હતા. ત્‍યારે તાલુકાના ઉચ્‍ચ અધિકારીઓને કોઈ ગંભીરતા જ હોય તેમ લાગી રહ્યું હતું.
કેટલાક મતદાન મથકો અને રિસીવિંગ ના સ્‍થળે પણ વાહનો દૂર રાખી મતપેટીઓ લઈ જવાતી હોવાના પણ દૃશ્‍યો જોવા મળ્‍યા હતા.મોડીરાત સુધી રિસીવિંગ સ્‍થળે મહિલા કર્મચારીઓને પણ રોકવામાં આવતા કર્મચારીઓની સ્‍થિતિ કફોડી થવા પામી હતી.કેટલાય મતદાન મથકો ઉપર બે-બે વોર્ડનું મતદાન રાખવામાં આવતા કલાકો સુધી લાંબી કતારમાં મતદારોએ ઉભા રહેવાની નોબત આવી હતી. કેટલાક મતદાન મથકો ઉપર કર્મચારીઓ માટે જમવાની પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવી ન હતી.
મતદાનના બીજા દિવસે એટલે કે મતદાનના કલાકો બાદ તાલુકાના ઉચ્‍ચ અધિકારીઓ મતદાનની ટકાવારી આપી શકયા ન હતા અને ઓનલાઈન લઈ લેવાની માટેની મામલતદાર અમિત ઝડફીયા, ટીડીઓ હિરેન ચૌહાણ અને તાલુકા નાયબ મામલતદાર વકેરીયાએ સુફિયાણી સલાહ આપી હાથ ખંખેરી મુકયા હતા ત્‍યારે મતદાનની ટકાવારી આપવામાં અધિકારીઓને કેમ પેટમાં દુખે તે સમજાય એમ નથીસમગ્ર ચૂંટણીમાં ઉચ્‍ચ અધિકારીઓની વહીવટી નિષ્‍ફળતા છતી થવા પામી છે. ત્‍યારે આ અધિકારીઓને સત્તાનો નશો છે કે પછી અણ આવડત છે તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. તાલુકાની61-ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેના 196 અને વોર્ડ સભ્‍યના પદ માટે 1039 ઉમેદવારોનો ભાવિ ફેસલો આજે મંગળવારના રોજ મતગણતરીના દિવસે થશે કોલેજ ઉપર મતપેટીઓ સ્‍ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવી હતી.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ મેગા ડ્રાઈવનો આજથી આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

Leave a Comment