એડ્રેસ મળતુ નથી તેથી કન્ફર્મ કરવા 5 રૂા. યુ.પી.આઈ.થી ભરાવ્યા તે જ દિવસે 99677 યુવતિના ખાતામાં કાઈડ ફ્રોડ થઈ ગયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી છીરીમાં એક યુવતિ સાથે ડિઝીટલ ફ્રોડની ઘટના પ્રકાશમાં આવી છે. ઓનલાઈન પાર્સલ મંગાવાયું. પાર્સલ મળી પણ ગયું પણ ભેજાબાજે તમારુ એડ્રેસ મળતુ નથી તેથી એડ્રેસ કન્ફર્મ કરવા તમારે યુપીઆઈથી 5 રૂા. ભરવા પડશે તેવું જણાવતા યુવતીએ 5 રૂા. ભર્યા અને તેના ખાતામાંથી ત્રણ ટુકડામાં 99677 ની રકમ ઉપડી ગઈ હતી. તેથી યુવતીએ પોલીસ, બેંક અને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી છીરીમાં રહેતી કાજલબેન સુરેશભાઈ જૈનએ એક વેબસાઈટથી જરૂરી ચીજનુ પાર્સલ ઓનલાઈન મંગાવ્યું હતું. ગત તા.8 એપ્રિલના રોજ ઓર્ડર બુક કરાવ્યો હતો. તા.9ના રોજ કાજલબેન ઉપર ફોન આવેલો કે એડ્રેસ મળતુ નથી તેથી એડ્રેસ કન્ફર્મ કરવા યુપીઆઈથી રૂા.5 ભરવા પડશે. તેમણે સુચના મુજબ બેંક ખાતામાંથઈરૂા.5 ટ્રાન્સફર કર્યા હતા. માસ્ટર માઈન્ડ તેની ચાલ ચાલી ગયો. બેંક ખાતા નંબર મેળવીને ખાતામાંથી સાઈબર ક્રાઈમ માર્ગે પ્રથમ 88888 રૂા., પછી 9666 રૂા. અને છેલ્લે 413 રૂા. મળી કુલ રૂા.99677 તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા. પાર્સલ તો રાબેતા મુજબ તા.9 એપ્રિલે મળી ગયુ હતું. પરંતુ કાજલબેનનું એકાઉન્ટ સાફ થઈ ગયું હતું. બેંક મેસેજથી જાણ થઈ હતી. તેથી બેંકમાં તથા પોલીસ અને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ છે. પણ તપાસ અંગે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. અજાણી વેબસાઈટ કે ઓનલાઈન મની ટ્રાન્સફર કરવું હવે જોખમી બની ગયું છે.