Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની સયાજી વૈભવ પુસ્‍તકાલયમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ તેમજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: નવસારીની શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટને પેહલેથી આવકારતી આવી છે. તારીખ 12/9/24ને ગુરુવારે બપોરે 3.30 કલાકે લાઈબ્રેરી ખાતે પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્‍ટ તેમજ અભિયાનની શરૂઆત કરવામાં આવી. ગ્‍લોબલ વોર્મિંગ આજે વૈશ્વિક સમસ્‍યા બની ચુકી છે. એના માઠા પરિણામો હાલ આપણે ભોગવી જ રહ્યા છીએ. પર્યાવરણ પ્રત્‍યે જાગૃતતા કેળવવી આપણા દરેકની નૈતિક ફરજ. આ નવા પ્રોજેકટમાં વિવિધ સ્‍કૂલો, સંસ્‍થાઓ તેમજ પર્યાવરણ પ્રેમી નવસારીજનો મોટી સંખ્‍યામાં સંકલ્‍પ લઈ ઉત્‍સાહભેર જોડાઈ રહ્યા છે. જે માટે એનર્જી લિટરેસી ટ્રેનિંગ કોર્ષ જાગૃતતા ફેલાવી રહ્યો છે. આ કોર્ષ કર્યા બાદ મનમાં ઘણા પ્રશ્નો ઉદ્‌ભવે! કુદરતે આપણને ઘણું આપ્‍યું જ્‍યારે આપણે શું આપ્‍યું? મારે શું અને મારું શું? નીતિમાંથી બહાર આવી પર્યાવરણ માટે વિચારવું જ રહ્યું.
આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્‍થિત મહેમાનો ડૉ. રાજન શેઠજી, પીનાબેન પટેલ, કુમારી નવ્‍યા ગાંધી, પ્રશાંતભાઈ પારેખ, માધવીબેન શાહ,દીપકભાઈ પરીખ દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. પ્રશાંતભાઈ પારેખ દ્વારા સ્‍વાગત તેમજ પ્રાસંગિક વક્‍તવ્‍ય આપવામાં આવ્‍યું હતું. માધવીબેન શાહ દ્વારા પ્રોજેકટની માહિતી આપવામાં આવી. પ્રોજેકટના પિલર સહ સંચાલકો અને સ્‍કૂલ ગાર્ડયન્‍સનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્‍યો. ઈએલટી કોર્ષ કરનાર વ્‍યક્‍તિઓના પ્રતિભાવ પણ લેવામાં આવ્‍યા હતા. આભારવિધિ નિશાબેન લાખાણી દ્વારા કરવામાં આવી હતી. સયાજી વૈભવનો આ પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ સંસ્‍કારી નગરી નવસારીને ‘‘નંદનવન નવસારી” બનાવવા ચોક્કસથી સફળતા મેળવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં, આચાર્યશ્રીઓ, વિધાર્થીઓ, શિક્ષકો, વિવિધ સંસ્‍થાઓ, વડીલો, બાળકો, પત્રકાર મિત્રો, પુસ્‍તકપ્રેમીઓ જોડાયા હતા.

Related posts

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

ઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસ

vartmanpravah

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

vartmanpravah

Leave a Comment