October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રવાદી સંગઠન દ્વારા 16 અને 17 સપ્‍ટેમ્‍બરે ગંગા આરતી કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રવાદી સંગઠન દ્વારા આગામી તારીખ 16 અને 17 સપ્‍ટેમ્‍બરના રોજ ઋષિકેશ ખાતે ગંગા આરતીનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં દેશભરમાંથી અનેક મહાનુભવો ઉપસ્‍થિત રહેશે.
દેશભરમાં વિવિધ સામાજિક કાર્યો કરી રહેલ રાષ્‍ટ્રવાદી સંગઠન સૈલ્‍યુટ તિરંગા દ્વારા 16 સપ્‍ટેમ્‍બર 2024 ના રોજ દિલ્‍હીથી હરિદ્વાર માટે તિરંગાથી સજ્જ કરેલી 500 કારનું પ્રસ્‍થાન સાંસદ શ્રી મનોજ તિવારી તથા સાંસદ શ્રી અનિલ બલુની જી ના હસ્‍તે લીલી ઝંડી આપી કરાશે. આ યાત્રા બપોરે 12 કલાકે મેરઠ પહોંચશે ત્‍યાં સ્‍વાગત કાર્યક્રમ થશે તે પછી સાંજે 4:30 કલાકે હરિદ્વાર પહોંચી હરિદ્વાર રાયવાલામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરશે.
તારીખ 17 સપ્‍ટેમ્‍બર 2024 ના રોજ ઋષિકેશના પરમાર્થ નિકેતનમાં સાંજે ત્રણ કલાકે સન્‍માન સમારંભ યોજાશે અને ઋષિકેશ ખાતે સાંજે 6:00 કલાકે ગંગા તિરંગા આરતી થશે.
આ પ્રસંગે અતિથિ પદે ઉત્તરાખંડના વન પર્યાવરણ મંત્રી શ્રી સુબોધ બહુગુણા, ઉતરાખંડના પ્રદેશ અધ્‍યક્ષ અને રાજ્‍યસભા સાંસદ શ્રી મહેન્‍દ્રભાઈ ભટ્ટ, લોકસભા સદસ્‍ય અને પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી ત્રિવેન્‍દ્રસિંહ રાવત, પરમાર્થ નિકેતન ઋષિકેશના શ્રીચિદાનંદ સ્‍વામી, મહામંડલેશ્વર હરિદ્વાર શ્રી લલિતાનંદગીરી, ગુજરાત રાજ્‍યના સમાજસેવી અને સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રીય સંરક્ષક પૂજ્‍ય કપિલ સ્‍વામીજી સહિત અનેક મહાનુભવો ઉપસ્‍થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સૈલ્‍યુટ તિરંગાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ રાજેશ ઝા, મહામંત્રી સચ્‍ચિદાનંદ પોખરીયાલ, ગંગા તિરંગા આરતી સંયોજક અંજના ત્‍યાગી, ઉતરાખંડના પ્રદેશ અધ્‍યક્ષ જગદીશ પાવા, ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્‍યક્ષ રોમી ચૌધરી, યુવા મોરચા અધ્‍યક્ષ નવીનકુમાર, દિલ્‍હી પ્રદેશ અધ્‍યક્ષ નંદન ઝા સહિત આગેવાનો જહેમત ઊઠાવી રહ્યા છે.

Related posts

વલસાડના બાળ કવિ ધનસુખલાલ પારેખનું જૈફ વયે નિધન

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્‍લાન્‍ટેશન

vartmanpravah

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

Leave a Comment