Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્‍માનીત શ્રી પ્રેમજીત બારીયાએ તા.20-4-2023નાં રોજ દમણ ખાતે ડીએનએચ અને દમણ-દીવના સન્‍માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમ્‍યાન પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રપતિ ભવનમાં દરબાર હોલમાં પદ્મશ્રી એવોર્ડ કાર્યક્રમ, અશોક હોલમાં ગ્રુપ ફોટો કાર્યક્રમ અને ત્‍યાર પછી બધા જ એવોર્ડને રાષ્‍ટ્રપતિ, ઉપ રાષ્‍ટ્રપતિ, પ્રધાન મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી વગેરે મહાનુભાવો રૂબરૂ મળ્‍યા તે બધી જ વાતો વિગતવાર જણાવી હતી.
આ સાંભળી પ્રશાસક મહોદય ખૂબ જ ખુશ થયા અને પદ્મશ્રી તથા પ્રધાનમંત્રીના ટ્‍વીટર ઉપર આવેલ સંદેશથી પદ્મશ્રી પ્રેમજીત બારીયાને અભિનંદન આપ્‍યા હતા. સાથોસાથ જણાવ્‍યું કે તમે ડીએનએચ, દમણ એન્‍ડ દીવનું નામ તમારા દીવના સ્‍થાપત્‍યનાં કલાત્‍મક ચિત્રો પ્રદર્શન મંત્રીના ટ્‍વીટર મારફત વિશ્વ સ્‍તરે લઈ આવ્‍યા.
વધુમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કહ્યું કે, હવેની આજની નવી પેઢીને તમારા આ કલાક્ષેત્રમાં જોડાવાની પ્રેરણા આપજો અને નવા છોકરાઓને ચિત્રકલામાં તૈયાર કરશો. જેથી તમારા પછી પણ આ સ્‍થાપત્‍ય કલા જીવંત રહે તેવા પ્રયત્‍ન કરતા રહેશોતેવું માર્ગદર્શન આપ્‍યું.
છેલ્લે કહ્યું… તમે ફક્‍ત દીવ-દમણના ખારવા જ્ઞાતિના જ નહીં પરંતુ ગુજરાત રાજ્‍યના દરિયા કિનારાના તમામ ખારવા (માછીમારો)નું ગૌરવ વધાર્યું છે.

Related posts

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નાની દમણના કોળી પટેલ હોલ ખાતે કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની વિશાળ સભા

vartmanpravah

વાપી ગ્રામ્‍ય બલીઠા, છરવાડા, છીરી અને ચણોદ ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ શરૂ

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતના પગલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલયમાં બુધસભા દ્વારા રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.23 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

Leave a Comment