Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૨૭: દાદરા નગર હવેલી રાજસ્થાન સેવા સંગઠન દ્વારા આગામી ૯મેના રોજ દાદરામાં આયોજીત થનાર મહારાણા પ્રતાપ જયંતિ સમારોહને લઈ પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી મહારાણા પ્રતાપ જયંતિ નિમિતે પહેલા ૮મી મેના રોજ બાઈક રેલી કાઢવામાં આવશે અને ૯મેના રોજ શ્રી મહારાણા પ્રતાપની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. જાધપુરથી પધારેલ આશા વૈષ્ણવ પાર્ટી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે સંદર્ભે આજે રાજસ્થાન સેવા સંગઠનના દરેક કાર્યકર્તા ઉપસ્થિત રહી સમારોહનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.

Related posts

વર્ષો જૂની પરંપરા ફરીથી તાજી કરાવતો જગતનો તાત

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

vartmanpravah

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

vartmanpravah

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

vartmanpravah

Leave a Comment