June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

7500 રૂા. પેનલ્‍ટી, 10 હજાર ડિપોઝીટ તેમજ પ્રતિ હજાર લીટર 25 રૂા. પાણી ટેક્‍સ આર.ઓ. પ્‍લાન્‍ટ માટે નિયમો લાગુ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં કાર્યરત આર.ઓ. પ્‍લાન્‍ટ માટે પાલિકાએ તાજેતરમાં બંધ કરાવ્‍યા હતા. તે પછી વિવાદ ઉભો થયો હતો. બુધવારે આર.ઓ. સંચાલક અને પાલિકા વચ્‍ચે યોજાયેલ મિટિંગમાં સુખદ થયું હતું. પાલિકાએ આર.ઓ. પ્‍લાન્‍ટ અંગે ગાઈડલાઈન જારી કરી જરૂરી દિશાનિર્દેશ અપાયા હતા. આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોએ માન્‍ય રાખ્‍યા હતા.
પ્રારંભમાં પાલિકાએ 1 લાખ ડિપોઝીટ જમા કરવાનું સુચિત કર્યું હતુંતેથી આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોમાં રોષ ફેલાયો હતો. પરંતુ કેન્‍દ્ર સરકારની ભૂગર્ભ જળ યોજનાની ગાઈડલાઈન મુજબ પાલિકાએ આર.ઓ. ચલાવવા માટે નવી ગાઈડલાઈન જારી કરી છે તે મુજબ 7500 રૂા. પેનલ્‍ટી, 10 હજાર ડિપોઝીટ તેમજ પ્રતિ એક હજાર લીટર દીઠ રૂા.25 પાણી ટેક્ષ મુકરર કરાયો છે તે માટે મિટર બેસાડવા ફરજીયાત રહેશે તેવી આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલન માટે ગાઈડલાઈન જારી કરાઈ છે. ઉપરોક્‍ત નિર્ણય કેન્‍દ્ર સરકારની ગાઈડલાઈન હેઠળ લેવાયા છે. મિટિંગમાં પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય નાહર, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, ચિફ ઓફિસર તેમજ હાઈડ્રોલિક ઈજનેર સંજય ઝાએ ચર્ચા વિચારણા બાદ નિર્ણયો લીધા હતા. અંતે આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો મિટિંગમાં અંત આવ્‍યો હતો.

Related posts

સુખલાવમાં બે બાઈક સામસામે અથડાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં અતિશય વરસાદ પડતા 20 જેટલા માર્ગો બંધ કરાયા

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડીમાં રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

વલસાડ તાલુકાના રોણવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2055 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah

વાપીના ભિલાડથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકને પોલીસે ડ્રોનની મદદથી વાપી સીઈટીપી પાસે ઝાડીમાંથી શોધી કાઢયો

vartmanpravah

Leave a Comment