Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા શ્રમિકોને તેમની સમસ્‍યા અને સમાધાન માટે હેલ્‍પલાઇન સેવાનો આરંભ

દાનહના આરડીસી ચાર્મી પારેખની આવકારદાયક પહેલઃ કામદારોના થતા શોષણ ઉપર અંકુશ લાગશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર (આરડીસી) સુશ્રી ચાર્મી પારેખની એક અખબારી યાદી દ્વારા જાણાવવામાં આવ્‍યું છે કે, દાનહ પ્રશાસન દ્વારા 18 ઓગસ્‍ટ, 2023ના રોજ એક સર્ક્‍યુલર જારી કર્યો હતો જેમાંશ્રમિકો માટે લઘુત્તમ વેતનના દરોને સંશોધિત કરતા નવા દરો નિર્ધારિત કરવામાં આવ્‍યા હતા. નવા વેતન દર અનુસાર કુશળ કામદારો રૂા.462, અર્ધકુશળ કામદારોને રૂા.452 અને અકુશળ કામદારોને રૂા.441 પ્રતિ આઠ કલાકનું વેતન નિર્ધારિત કરવામાં આવેલ છે. શ્રમિકોને તેમના વેતનમાં રાહત આપવાના હેતુથી નવા લઘુત્તમ વેતન દરોમાં નક્કી કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલી શ્રમ ઉપાયુક્‍ત સુશ્રી ચાર્મી પારેખે કામદારો-કર્મચારીઓને સૂચિત કરવામાં આવે કે કોઈપણ કંપની, પેઢી, સંસ્‍થા વગેરે દ્વારા ઉલ્લંઘનના કેસમાં કામદારો-કર્મચારીઓએ તાત્‍કાલિક કાર્યવાહી માટે હેલ્‍પલાઇન નંબર 1077 અથવા શ્રમ વિભાગના મોબાઈલ નંબર 75700 9500 પર સંપર્ક કરી શકાય છે.
ઉપ શ્રમ આયુક્‍ત સુશ્રી ચાર્મી પારેખે કંપની સંચાલકોને પણ સુચિત કરતા જણાવ્‍યું છે કે, તેઓએ ઈમાનદારીથી પાલન કરવું, અધિનિયમના પ્રાવધાનનું અનુપાલન નહીં કરવા પર દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીઓમાં વધેલા નવા દરો મુજબ પગાર નહિ મળતા અલગ અલગ કંપનીના કામદારો હડતાલ પર ઉતરી રહ્યા છે, જેના કારણે કંપનીના કામકાજ પણ પ્રભાવિત થઈ રહ્યા છે. જેથી કામદારોને અપીલ કરવામા આવે છે કે એમની કોઈપણ સમસ્‍યા હોય તો પ્રશાસન દ્વારાજારી કરવામાંઆવેલ હેલ્‍પલાઇન પર સંપર્ક કરી એમની સામે પોતાની સમસ્‍યા રજૂ કરે. યોગ્‍ય સમાધાન નહીં થાય તેવી સ્‍થિતિમાં જ બીજો વિકલ્‍પ અપનાવે, કામદારો-કર્મચારીઓ કોઈના ચડાવામાં ન આવે. દાનહ પ્રશાસન કામદારોની મદદ માટે હંમેશા તત્‍પર છે. સાથે ઉપ શ્રમ આયુક્‍ત સુશ્રી ચાર્મી પારેખ ચિમકી પણ આપી છે કે જો કોઈ પણ વ્‍યક્‍તિ દ્વારા હડતાળ, સરઘસ કે કલેક્‍ટર કચેરી નજીક ભેગા થયેલ ટોળાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરશે તો તેઓ સામે કાયદાના ઉલ્લંઘન બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

લાયન્‍સ કલબ વાપી આલ્‍ફા દ્વારા મોટાપોંઢા સ્‍કૂલમાં નોટબુક વિતરણ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર દિલધડક અકસ્‍માત સર્જાયોઃ કાર ઉપર કન્‍ટેઈનર પલ્‍ટી મારી જતા કાર છુંદાઈ ગઈ

vartmanpravah

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

વાપી કચીગામ ચેકપોસ્‍ટ ઈકો કાર અને ચાર રસ્‍તાથી ઝાયલો કાર દારૂનો જથ્‍થો ભરેલ ઝડપાઈ

vartmanpravah

Leave a Comment