December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામની સંગમ સીટી સોસાયટીમાં રહેતા વેપારીનું એમના ઘરમાં ચક્કર આવી જતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હોવાની દુઃખદ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશ્વર સિંહ રાજપૂત (ઉ.વ.43) હાલ રહેવાસી સંગમ સીટી સોસાયટી- સામરવરણી, મૂળ રહેવાસી-રાજસ્‍થાન. જેઓ સેલવાસ કિલવણી નાકા નજીક હોરિઝોન હાઈટ્‍સમાં નવકાર ઈલેક્‍ટ્રીક નામની દુકાન ચલાવતા હતા. જેઓ સવારે દુકાને જવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે તેમને અચાનક ઉલ્‍ટી આવ્‍યા બાદ બાથરૂમની અંદર ચક્કર આવી જતાં પડી ગયા હતા. તેઓને તેમના પરિવારજનો તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ઘરમાં જ એમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં વેપારી આલમમાં શોકની લાગણી જોવા મળી હતી.

Related posts

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટ રમાડાઈ

vartmanpravah

Leave a Comment