June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાકોટવ ખાતે વિધિવત રીતે પારડી કોર્ટની શરૂઆત

સિવિલ કોર્ટના જર્જ પંડ્‍યાના હસ્‍તે રીબીન કાપી કોર્ટમાં પ્રવેશ કરી દીપ પ્રાગટય કરી નવી જગ્‍યામાં શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડી હાઈવે સ્‍થિત આવેલ સિવિલ કોર્ટનું બિલ્‍ડીંગ જર્જરીત થઈ ગયું હોય આજ બિલ્‍ડીંગ તોડી અહી અતિઆધુનિક 10 કરોડના ખર્ચે નવું બિલ્‍ડીંગ 2024સુધીમાં નિર્માણ થશે.
આ નવું બિલ્‍ડીંગ નિર્માણના સમયગાળા દરમ્‍યાન પારડી સિવિલ કોર્ટને પારડી કોટલાવ ખાતે આવેલ ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખાતે ખસેડવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.
આજરોજ સોમવારના રોજ તેનું વિધિવત રીતે પારડીના સિવિલ જજ પંડ્‍યાના હસ્‍તે રીબીન કાપી દીપ પ્રાગટય કરી પારડી કોર્ટની નવી જગ્‍યાએ શરૂઆત કરવામાં આવી હતી.
આ કોર્ટની નવી જગ્‍યાએ કરવામાં આવેલ શુભ શરૂઆતમાં પારડી સિવિલ કોર્ટના પંડ્‍યા પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, ધર્મીનભાઈ શાહ, મહેશભાઈ ભટ્ટ, કીર્તિ રજપૂત, તથા અન્‍ય વકીલ મિત્રો હાજર રહ્યા હતા.

Related posts

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

vartmanpravah

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

ખૂબ જ નજીકના ભવિષ્‍યમાં ઔર વધુ દમણની શાન અને સૂરત વધશે

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

Leave a Comment