October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે પર કારનું ટાયર ફાટતાં કાર રેલિંગમાં ધડાકાભેર અથડાઈ

કારમાં સવાર સુરતના પાંચ લોકોનો થયો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: પારડી નેશનલ હાઈવે નંબર 48 પરથી શનિવારના સવારે સુરત તરફ જતી આઈ10 કાર નંબર જીજે-05- આરક્‍યુ-6437 ના ચાલકે પારડી કુમાર-કન્‍યા શાળા સામે હાઈવે પર રેલિંગ સાથે કાર ધડાકાભેર અથડાવી દીધી હતી. જોકે કારનું ટાયર ફાટતાં કાર અકસ્‍માત રેલિંગ સાથે અથડાઈ હોવાનું બહાર આવવા પામ્‍યું હતું. આ અકસ્‍માતમાં કારનો આગળનો ભાગ ભુક્કો વળી ગયો હતો. પરંતુ કારમાં સવાર સુરતના પાંચ લોકોનો ચમત્‍કારિક બચાવ થવા પામ્‍યો છે. આ અકસ્‍માતને પગલે ટ્રાફિક જામથઈ ગયો હતો. પોલીસને જાણ થતાં ઘટના સ્‍થળે દોડી આવી અકસ્‍માત થયેલી કારને સાઇડે કરાવડાવી ટ્રાફિક જામ હળવો કર્યો હતો.

Related posts

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

વાપી બલીઠા ગ્રામ પંચાયત અને વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ દ્વારા રખડતા જાનવરોમાં થતા લમ્‍પી વાયરસ અટકાવવા દવા ખવડાવાઈ

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

કપરાડાના કાકડકોપર ખાતે રાષ્‍ટ્રીય પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment