October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપી

રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી નગરપાલિકાના રૂા.816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/સબવેનું ખાતમૂહુર્ત અને નગરપાલિકાના 57 સફાઈ કામદારોને હુકમો એનાયત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22
રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વાપી નગરપાલિકાના રૂા. 816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/ સબવેનુ વલસાડના સાંસદશ્રી ર્ડા. કે.સી. પટેલ અને વાપી નગરપાલિકા પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને નગરજનોની ઉપસ્‍થિતિમાં ખાતમૂહુર્ત અને વાપીના ર્ડા.અબ્‍દુલ કલામ હોલ ખાતે 57 સફાઈ કામદારોને નિમણૂંકનાહુકમો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકાર પુરસ્‍કૃત રાજ્‍ય સરકાર સંચાલિત અમૃત યોજના અંતર્ગત રૂા.816 લાખના ખર્ચે તૈયાર નિર્માણ થનાર આ પેડસ્‍ટ્રીયન અંડરપાસથી વાપી શહેરના પૂર્વ અને પヘમિ ભાગને જોડતી અંદાજીત એક લાખની વસતીને ઉપયોગી થશે. આ પેડેસ્‍ટ્રીયન અંડરપાસમાં નાગરિકોને ચઢવા માટે એસ્‍કેલેટરની પણ સુવિધા કરવામાં આવનાર છે. આ કામ માર્ચ – 2022 સુધીમાં પૂર્ણ કરવા માટે મંત્રીશ્રીએ રેલવે વિભાગના અધિકારીઓને જણાવ્‍યું હતું.
વાપી જી. આઇ. ડી. સી. મધ્‍યેથી પસાર થતી બીલખાડીને નેશનલ હાઈવે સુધી આર. આર. સી. લાઈનીંગ કરવાનું અને વાપી શહેરના ગોવિંદા કોમ્‍પલેક્ષ જી.આઈ.ડી.સી. ચાર રસ્‍તાથી શરૂ કરી નેશનલ હાઈવે. નં. 48 ને સમાંતર આર. સી. સી. બોક્ષ ડ્રેઈન બનાવવાની મંજૂરી ટૂંક સમયમાં મળવાથી શહેરના ગુંજન વિસ્‍તાર, છરવાડા રોડ વિસ્‍તાર, બલીઠા વગેરે જેવા રહેણાંક વિસ્‍તારોમાં ભારે વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્‍યામાંથી શહેરીજનોને છૂટકારો થશે એમ મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું. વાપી નગરપાલિકાના આ પેડેસ્‍ટ્‍્‌ીયન અંડરપાસની પહોળાઈ 5.5 મીટર(18 ફૂટ) તથા ઉંચાઇ 2.5 મીટર(8 ફૂટ) રહેશે. આ કામ નગરપાલિકાની ડીઝાઈન મુજબ રેલવે વિભાગ પૂર્ણકરશે. અને આ પેડેસ્‍ટ્રીયનમાં ચઢવા માટે એસ્‍કેલેટરની સુવિધા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. મંત્રીશ્રીએ વાપી નગરપાલિકાના ડૉ.અબ્‍દુલ કલામ હોલ ખાતે બીજા કાર્યક્રમમાં 57 સફાઈ કામદારોને નિમણૂંકના હુકમો એનાયત કરતાં જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીના નેતૃત્‍વના લીધે જ દેશના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરથી સુરક્ષિતતા માટે રસીકરણની ઝૂંબેશથી દેશની 100 કરોડની વસતીને રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંત્રીશ્રીએ સ્‍વચ્‍છતા મિશન અંતર્ગત વાપી શહેરને સ્‍વચ્‍છ રાખવા માટે સફાઈ કર્મીઓએ પણ તેમની ફરજો ખંત અને નિષ્‍ઠાપૂર્વક બજાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડના સાંસદશ્રી ર્ડા. કે.સી. પટેલ અને વાપી નગરપાલિકાના પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ બન્ને કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી મુકુન્‍દાબેન પટેલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી દિલીપભાઈ દેસાઈ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અશોકભાઈ પટેલ, આરોગ્‍ય સમિતિના ચેરમેન શ્રીમતી મનીષાબેન દાયમા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી દર્પણભાઈ ઓઝા તેમજ નગરપાલિકાના સદસ્‍યો તેમજ નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ચાર રસ્‍તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્‍ચે વાહનો રોડ શોધી રહ્યા છે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

વાપી હાઈવે ઉપર થાર જીપ અને ટેમ્‍પો ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : વાહનો નુકશાનગ્રસ્‍ત થયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment