January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિશ્રામ હોટલ સામે ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વેન્‍યુ કાર પોલીસે ઝડપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: દમણથી એક કારમાં વિદેશી દારૂનો જથ્‍થો ભરી ત્રણ ખેપિયાઓ નીકળ્‍યા હોવાની બાતમી પારડી પોલીસને મળતા પારડી નેશનલ હાઈવે નંબર 48 વિશ્રામ હોટલ સામે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી કાર પારડી ચાર રસ્‍તા ક્રોસ કરી ચૂકી હોવાની માહિતી મળતા હાઈવે પર પોલીસે ટ્રાફિક જામ કર્યો હતો અને આ ટ્રાફિકમાં બાતમી વાળી વેન્‍યુ કાર નંબર જીજે-15-સીએમ-9767 ફસાઈ જતાં પોલીસ દોડી જઈ કાર ચાલક હેમંત ઉર્ફે લાલુ દેવજીભાઈ પટેલ રહે.ધરમપુર રોડ અબ્રામા, અને સાથે બેસેલા અંકિત બચુભાઈ નાયકા અને ધર્મેશ ભાણાભાઈ પટેલ બંને રહે.વલસાડ અટક પારડી વચલું ફળિયાની ધરપકડ કરી હતી, અને કારમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલ નંગ 402 જેની કિંમત રૂા.49800 નો જથ્‍થો હાથ લાગ્‍યો હતો. જેથી કાર અને ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે મોબાઈલ ફોન મળી કુલે રૂા.3,64,800નો મુદ્દામાલકબજે લેવામાં આવ્‍યો છે. આ દારૂનો જથ્‍થો દમણથી સાદ નામના ઈસમે ભરાવી આપ્‍યો હોવાનું અને વલસાડ અટક પારડી ખાતે રહેતી નિર્મલાબેન વિનોદભાઈ પટેલે મંગાવ્‍યો હોવાનું બહાર આવતા આ બંનેને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

Related posts

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

Leave a Comment