(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચાવનારી પારડીની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મા અને હત્યાની બનેલી હિચકારી ઘટના બાદ સતત 11 દિવસ પોલીસે આકાશ પાતાળ એક કરીને વાપી રેલવે સ્ટેશનથી ઝડપી પાડયો હતો. આરોપી પારડીની યુવતી સહિત માત્ર 25 દિવસમાં અન્ય 4 યુવતીઓ રેલવેમાંહત્યા કર્યાની આરોપી રાહુલ ઉર્ફે ભોલું કરમવીર ઈશ્વર જાટ મૂળ રહે.હરિયાણાને ઝડપી પાડયો હતો.
પારડી મોતીવાડા આંબાવાડીમાં ગત તા.14 નવેમ્બરના રોજ અવાવરુ જગ્યાએ 19 વર્ષિય કોલેજીયન યુવતી લાશ મળી હતી. પોલીસે મૃતક યુવતીની ઓળખ કરી મર્ડર વીથ રેપની ઘટનાની ચાંપતી તપાસ હાથ ધરી હતી. જુદી જુદી 11 ટીમો 400નો પોલીસ કાફલો તપાસમાં જોતરાયો હતો. બે હજાર ઉપરાંત સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા. અંતે વલસાડ જિલ્લા પોલીસને 11મા દિવસે બનાવનો ભેદ ઉકેલવામાં ભવ્ય સફળતા મળી હતી. આ કામગીરી માટે પોલીસ અભિનંદનને પાત્ર છે. આરોપીની ધરપકડ બાદ સોમવારે સાંજે જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પારનેરા ડુંગર પહોંચીને માતાજીની આરતી પુજા કરી આશિવા4દ મેળવ્યા હતા.
