January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે બલીઠામાં કેરી ભરેલી ટ્રક પલટી મારી જતા લોકોએ કેરી લુંટવા પડાપડી કરી

કેરળથી કેરી ભરી વડોદરા જતી ટ્રકને અકસ્‍માત થયો : કોઈ જાનહાની નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી બલીઠા હાઈવે ઉપર આજે સોમવારે મળસ્‍કે કેરળથી કેરી ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો. આગળ ઉભેલી ટેન્‍કર સાથે ટ્રક અથડાતા અકસ્‍માત સર્જાતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
વાપી બલીઠા હાઈવે ઉપર આજે મળસ્‍કે ચાર-પાંચ વાગ્‍યાના સુમારે કેરળથી કેરી ભરેલી ટ્રક નં.એમએલ 51 એલ 3430 વડોદરા જઈ રહી હતી. બલીઠા હાઈવે ઉપર ત્રીજા નંબર ટ્રેક ઉપર એક ટેન્‍કર ઉભી હતી. જેની સાથે કેરી ભરેલી ટ્રક ભટકાઈ જતા ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રકમાં ભરેલી કેરી રોડ ઉપર વેરાઈ ગઈ હતી તેથી કેરીની લૂંટ શરૂ થઈ હતી. કોથળા-બાસ્‍કેટ વગેરે લઈ દોડી આી લોકોએ કેરી લૂંટવા પડાપડી કરીહતી. અકસ્‍માતને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે ઘટના સ્‍થળે પહોંચી ટ્રાફિક નિયંત્રિત કરવાની કવાયત કરી હતી. અકસ્‍માતમાં ટ્રક ચાલક બાલ બાલ બચી ગયો હતો. ચાલકે જણાવ્‍યું હતું કે, ટ્રક અને કેરી વગેરે મળીને અંદાજીત 8 લાખનું નુકશાન થવા પામેલ છે. બલીઠા હાઈવે ઉપરના ખાડા તથા જ્‍યાં ત્‍યાં પાર્ક થતી ટ્રકો અકસ્‍માત સર્જી રહ્યાનું વારંવાર બહાર આવ્‍યું છે.

Related posts

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment