October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન ફેર હરાજી શરૂ કરવામાં આવી છે. બે, ચાર અને આઠ પૈડાવાળા પ્રાઈવેટ વાહનોના નંબરો માટે ફેર હરાજી કરાશે. જેમાં ટુ વ્હીલર (બે પૈંડાવાળા વાહનો)માં GJ15EB,GJ15EA,GJ15DS સિરિઝના પ્રાઈવેટ વાહનો માટે 0001થી 9999 નંબર માટે હરાજી શરૂ કરવામાં આવી છે. ફોર વ્હીલર (ચાર પૈડાવાળા પ્રાઈવેટ વાહનો)માં GJ15CN, GJ15CM,GJ15CL,GJ15CK સિરિઝના પ્રાઈવેટ વાહનો માટે 0001થી 9999 નંબર માટે હરાજી શરૂ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલ (આઠ પૈડાવાળા પ્રાઈવેટ વાહનો)માં GJ15AV સિરિઝના પ્રાઈવેટ વાહનો માટે 0001થી 9999 નંબર માટે હરાજી શરૂ કરવામાં આવી છે.
આ નંબરો મેળવવાની ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનો રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http/privahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઈ શકશે. તે માટેની સુચના આ મુજબ છે. (1) તા.8-5-2023ના રોજ દિવસે 04-૦૦ વાગ્યાથી તા.10-5-2023ના રોજ દિવસે 03-59 વાગ્યા સુધી AUCTION માટેનું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. (2) તા.10-05-2023ના રોજ દિવસે 04-00 કલાકથી તા.12-05-2023ના રોજ દિવસે 04-00 કલાક સુધી હરાજી માટેનું બિડિંગ ખૂલશે. (3) અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. (4) હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર માટે મુળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન દરમિયાન અરજદારે RBI દ્વારા નકકી કરેલા દરે ચાર્જ ચુકવવાના રહેશે. (5) વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ ૨દ્દ કરવામાં આવશે.

Related posts

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતા શહેર વાપીમાં પ્રદૂષણ ઘટયું: હવે, સૌથી વધુ પ્રદૂષણ વડોદરામાં

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment