January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

ફડવેલ હાઈસ્‍કૂલનું 69.23 ટકા પરિણામ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ જ્‍યારે ફડવેલ હાઈસ્‍કૂલનું 69.23 ટકા પરિણામ આવ્‍યું હતું.
રાજ્‍યમાં મંગળવારના રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ચીખલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં અંશ મહેશભાઈ પટેલના 95.22, પટેલ રચિત જીતેન્‍દ્રભાઈ 91.39 તેમજ અક્ષર શંકરભાઈ પટેલ 90.00 પર્સન્‍ટાઈલ આવતા શાળાના પ્રમુખ સ્‍વામી ઘનશ્‍યામ પ્રકાશ દાસજી તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવ્‍યા હતા.
જ્‍યારે ફડવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.આઈ.જે.એમ.પટેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલનું 69.23 ટકા જેટલું પરિણામ આવતા તેમાં ભાવિની પરમારના 92.33 પર્સન્‍ટાઇલ રેન્‍ક સાથે પ્રથમ, ચાંદની રાજપૂત 90.50 ટકા સાથે બીજા ક્રમે અને ધ્રુવી પટેલ82.71 ટકા સાથે ત્રીજા ક્રમે આવતા મંડળના પ્રમુખ આનંદકુમાર દેસાઈ, આચાર્ય શૌકતઅલી શેખ, ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો તથા સ્‍ટાફ તમામ બાળકોને શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ પુલ નજીક સુરતના સોનવણે પરિવારને અકસ્‍માત નડયો

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment