Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં રોહિત સમાજ દ્વારા રક્‍તદાન અને તબીબી તપાસ શિબિર યોજાઈ: 500થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભઃ 165 યુનિટએકત્રિત કરાયેલું રક્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26 : દાદરા નગર હવેલી રોહિત સમાજ સેવા ટ્રસ્‍ટ ગુજરાત, દાનહ અને મહારાષ્ટ્રની મેડિકલ વિંગ દ્વારા ચૈતન્‍ય મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ, ઇન્‍ડિયા રેડ ક્રોસ સોસાયટી બ્‍લડ બેંક સેલવાસ, પુરીબેન પોપટ લાખા બ્‍લડ બેંક વાપીના સહયોગથી ચૈતન્‍ય મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ સેલવાસ ખાતે રક્‍તદાન અને તબીબી તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શિબિરનો પ્રારંભ ઉપસ્‍થિત મહેમાનોનાહસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. આ શિબિરમાં લોહીની તપાસ, કિડની-હૃયય-લિવરની તપાસ, ડાયાબીટીસની તપાસ તથા ઈ.સી.જી. વગેરે દ્વારા લાભાર્થીઓના આરોગ્‍યની તપાસ કરવામાં આવી હતી. જ્‍યારે રક્‍તદાનમાં 165 યુનિટ જેટલું રક્‍ત એકત્ર થવા પામ્‍યું હતું.
મેડિકલ શિબિરમાં પાંચસોથી વધુ લોકોએ લાભ લીધો હતો. આ અવસરે ચૈતન્‍ય હોસ્‍પિટલના ડો. લક્ષમણ રોહિત, સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ રોહિત, મેડિકલ વિંગના પ્રમુખ શ્રી રમેશ રોહિત, અક્ષર કન્‍સ્‍ટ્રક્‍સન શ્રી રમેશભાઈ છગનભાઇ રોહિત સહિત ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓ, હોસ્‍પિટલના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

vartmanpravah

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવેલા રોડ સલામતિના પાઠ

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

વાપી સલવાવ ગુરુકુળમાં સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment