January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

વાંસદાથી લગભગ 17 કિલોમીટર દૂર વાંગણ ગામમાં કુદરતનાં ખોળે સૌંદર્યનું અદ્‌ભુત નજરાણું: કુદરતી વાતાવરણ અને વર્ષાઋતુમાં માણવા લાયક, મનને આનંદ અપાવનાર આંકડા ધોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.26: નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો છે. વનોનું સૌંદર્ય, પહાડો, ખીણો, જૈવિક વૈવિધ્‍ય થકી અહીં નયનરમ્‍ય આહલાદક વાતાવરણ ઉભુ કરે છે. વર્ષાઋતુમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અનેક સ્‍થળોની નૈસર્ગિક સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીનો વિસ્‍તાર વરસાદનાં અમી છાંટણાથી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે ત્‍યારે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામના ‘આંકડા ધોધ’નો રમણીય નજારો કંઈક અલગ જ હોય છે.
વરસાદી વાતવરણમાં ચોતરફ લીલાછમ ખેતરોની હરિયાળી વચ્‍ચે નવસારી જિલ્લાનાવાંસદા તાલુકાથી 17 કી.મી દુર વાંગણ ગામમાં કુદરતી સૌંદર્યનું અદભુત નજરાણું આંકડા ધોધ આવેલ છે. આંકડા ધોધ સુધી પહોંચવા માટે વાંગણ ગામમાં પ્રવેશ કર્યા બાદ લગભગ એક થી બે કી.મીનો માર્ગ ચાલીને કાપવો પડે છે. પગદંડી અને ઝરણાંના માર્ગમાં ચાલવાની મજા સાથે ધોધના કર્ણપ્રિય અવાજ અને ધોધના દર્શન પ્રવાસીઓને મનને પ્રફુલિત કરી દેનાર છે. ધોધ સુધીની પગપાળા સફર દરમિયાન સ્‍થાનિકો દ્વારા ચાલતી શેકેલી મકાઈ (બુટા), ચા તથા ગામના ફળોની લારી પ્રવાસીઓને ખાસ આકર્ષિત તથા આનંદિત કરનારી છે.
અહીના ઉંચા લીલાછમ ડુંગરો પરથી સ્‍તબ્‍ધ કરી દેતો વિશાળ ધોધ આંખોને પ્રફુલ્લિત કરનાર છે. જે વિશાલ ધોધ નીચે આવીને પાંચ થી છ ભાગમાં ભળી સૌમ્‍ય ધોધ સ્‍વરૂપમાં જોવા મળે છે. જ્‍યાં ધોધના પાણીના પ્રવાહમાં પ્રકળતિપ્રેમી અને પ્રવાસીઓ આનંદ માણે છે.
ગામના લોકોના જણાવ્‍યાં અનુસાર ધોધ પાસે હનુમાનજીને મૂર્તિને આંકડાના ફૂલો અર્પણ થતા હોય જેથી ગામના પૂર્વજોએ આ ધોધને આંકડા ધોધ નામ પાડવામાં આવ્‍યું હતું. ઉપરાંત આ ધોધને આદિવાસી ધોધ તરીકે પણ સ્‍થાનિકોમાં પ્રચલિત છે.
વાંગણ ગામના ચારે તરફ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્‍ચે આવેલ આ આંકડા ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્‍દ્ર બનતું જાય છે. હજારોપ્રકળતિપ્રેમી તથા પ્રવાસીઓ ચોમાસના ઋતુમાં અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે. આવા ધોધનાં લીધે ગામને પણ ઘણીબધી પ્રસિદ્ધિ મળેલી છે અને લોકોને રોજગારી પણ મળી છે. ગામના લોકો માટે ખેતી અને પશુપાલનની આવક સાથે ધોધ પાસે નાની-નાની દુકાનો ચલાવીને ગામના લોકો આવક મેળવી રહ્યા છે.
વાંગણ ગામના લોકો નયનરમ્‍ય આંકડા ધોધની જાળવણી માટે સજાગ અને કટિબદ્ધ છે. ત્‍યારે આ સુંદર ધોધની પાસે કચરો કે ગંદકી ન કરી ધોધને સ્‍વચ્‍છ રાખવાની નૈતિક જવાબદારી અહી આવતા પર્યટકો અને પ્રકળતિપ્રેમીઓ સાથે આપણા સૌની છે.

Related posts

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

સરીગામ જીઆઇડીસી અને પ્રદૂષણ એકબીજાના બની રહેલા પર્યાય : કરજગામ નજીક એન્‍જિનિયરિંગ ઝોનમાં ખુલ્લામાં છોડવામાં આવેલું કલરયુક્‍ત પ્રદૂષિત પાણી

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment