January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં મુખ્‍ય માર્ગ સ્‍થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્‍થળો ખસેડવા પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં મુખ્‍યમાર્ગ સ્‍થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્‍થળો ખસડવા માટે પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરી કવાયત તેજ કરી દેવામાં આવી હતી.
ચીખલી-વાંસદા રોડ ઉપર હાઈવે ચાર રસ્‍તાથી બામણવેલ સુધીની લંબાઈમાં રેફરલ હોસ્‍પિટલની સામે આવેલ દરગાહ, થાલા બગલાદેવ મંદિર, ખૂંધ સાત પીપળા સ્‍થિત હનુમાનજી દાદાનું મંદિર સહિતના ધાર્મિક સ્‍થળો ખસેડવા માટે થોડા દિવસ પૂર્વે પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી દ્વારા સબંધિત વિભાગોના પ્રતિનિધિઓ, હિન્‍દૂ-મુસ્‍લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ દરમ્‍યાન સોમવારના રોજ સાંજના સમયે પ્રાંત અધિકારી દ્વારા માર્ગ મકાન નાયબ કાર્યપાલક ઈજનેર, પીઆઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં ખૂંધ સાત પીપળા સ્‍થિત મંદિરની મુલાકત લઈ સ્‍થળ નિરીક્ષણ કરી જરૂરી માપણી કરાવી હતી. આ મંદિરના સેવક ભાણાભાઈ હળપતિની રજૂઆતો સાંભળી સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનેઅકસ્‍માતોના બનાવોને ધ્‍યાનમાં લઈ આ ધાર્મિક સ્‍થળો હટાવવાની ફરજ પડી હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્‍યુ હતું. આ ઉપરાંત ચીખલી રેફરલ હોસ્‍પિટલ સ્‍થિત દરગાહનું પણ સ્‍થળ નિરીક્ષણ પ્રાંત અધિકારી દ્વારા કરાયું હતું.
ચીખલીમાં મુખ્‍યમાર્ગ સ્‍થિત આ ધાર્મિક સ્‍થળો ખસેડવાનો પ્રશ્ન વર્ષોથી વણ ઉકેલ્‍યા છે. આ વખત પ્રાંત અધિકારી આ સ્‍થળો ખસેડવા મક્કમતાથી આગળ વધી રહ્યા છે. ત્‍યારે શાંતિપૂર્ણ માહોલમાં સ્‍વેચ્‍છાએ ધાર્મિક વિધિ સાથે આ ધાર્મિક સ્‍થળો ખસેડાઈ અને વર્ષો જૂના પ્રશ્નનું સુખદ નિરાકરણ આવે તેવો આશાવાદ લોકો વ્‍યક્‍ત કરી રહ્યા છે.

Related posts

બટરફલાય કારમાં પ્રોફેસર રોચર બુઝર વગર ડોલરે કરી રહ્યા છે દુનિયાની સફર

vartmanpravah

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

વાપી રોટરી પરિવાર આયોજીત થનગનાટ નવરાત્રિની આવક શિક્ષણ-આરોગ્‍ય ક્ષેત્રે વપરાશે : એન્‍ટ્રી માટે ડિઝીટલ પાસ

vartmanpravah

દાનહ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ કૌશિલ શાહની આદિવાસીની જમીનના મુદ્દે કરેલી છેતરપીંડીના ગુનામાં ધરપકડ

vartmanpravah

દમણ ન.પા.ને સંપૂર્ણ કચરા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલી રહેલી સ્‍વચ્‍છતા ઝૂંબેશ

vartmanpravah

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment