January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

પરીક્ષાર્થીઓની મદદ માટે સ્‍ટાફને પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે 24×7 ફરજ ઉપર હાજર રખાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૩: આગામી તા. ૭ મે ૨૦૨૩ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા સંદર્ભે વલસાડ જિલ્લામાંથી સુરત, ભરૂચ, નવસારી, તાપી જિલ્લામાં પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ માટે વલસાડ એસટી ડિવિઝનના વિવિધ ડેપોથી એક્સ્ટ્રાના ધોરણે પરીક્ષાર્થીઓની માંગણી મુજબ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે મુજબ વલસાડ ડેપોથી ૨૦, વાપી ડેપોથી ૨૦, ધરમપુર ડેપોથી ૧૦, પારડી કંટ્રોલ પોઈન્ટથી ૫, નવસારી ડેપોથી ૨૫, ચીખલી કંટ્રોલ પોઈન્ટથી ૫, બિલીમોરા ડેપોથી ૧૦ અને ગણદેવી કંટ્રોલ પોઈન્ટથી ૧૦ મળી કુલ ૧૦૫ એસટી બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે બસોનો લાભ પરીક્ષાર્થીઓ ડેપો/કંટ્રોલ પોઇન્ટ ખાતેથી લઇ શકશે. વધુમાં પરીક્ષાર્થીઓની મદદ માટે સ્ટાફ્ને પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે ૨૪x૭ ફરજ ઉપર હાજર રાખવામાં આવનાર છે. તદુપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપમાં આખી બસનું બુકિંગ માંગવામાં આવશે તો તેઓને તેઓના નિયત સ્થળેથી પરીક્ષા કેન્દ્ર સુધી બસની વિશેષ સુવિધા પુરી પાડવામાં આવનાર છે એવુ વિભાગીય એસટી નિયામકે અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઇ

vartmanpravah

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

Leave a Comment