(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૩: ડિપ્લોમા ઈજનેરીમાં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે વલસાડની સરકારી પોલીટેકનિક અને ACPDC (Admission committee for Professional Diploma courses)ના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે તા.૨૭ મે ૨૦૨૩ના રોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી વાપી જીઆઈડીસીમાં ગુંજન સિનેમાની પાછળ આવેલી ઉપાસના લાયન્સ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અને વલસાડની સરકારી પોલીટેકનિકના બ્લોક બી (સિવિલ ડિપાર્ટમેન્ટ)ના સેમિનાર હોલમાં માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. ૧૦ અને આઈટીઆઈ પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સરકારી પોલીટેકનિકના આચાર્યએ અખબારી યાદીમાં જણાવ્યું છે.