Vartman Pravah
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદઃ પવનના સુસવાટાથી કેટલીક જગ્‍યાએ વૃક્ષો ધરાશાયી થયા: ભારે વરસાદથી પ્રદેશના મુખ્‍ય રસ્‍તાઓની હાલત અત્‍યંત દયનીય બની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : ગુજરાતના વલસાડ જિલ્લાને તેમજ મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં રવિવારથી જામેલા વરસાદી માહોલમાં આજે સોમવારની મોડી સાંજ સુધીમાં પવન સાથે સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્‍યો છે. જેના કારણે ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારોમાં વિવિધ ઠેકાણે પાણી ભરાવાની સમસ્‍યા ઉદ્‌ભવી હતી. તો કેટલીક જગ્‍યાએ વૃક્ષો ઉખડી પડવાની ઘટના પણ સામે આવી હતી. આજે સામરવરણી રીંગ રોડ બ્રિજના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી હતો. મુખ્‍ય રસ્‍તા ઉપર પણ કેટલીક જગ્‍યાએ પાણી ભરાયા હતા. મુખ્‍ય રસ્‍તા ઉપર જ્‍યાં જ્‍યાં પાણી ભરાવાની સમસ્‍યા ઉદ્‌ભવી હતી ત્‍યાં ત્‍યાં પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના કર્મચારીઓ દ્વારા ગટરોમાંથી કચરો કાઢી વરસાદી પાણીના નિકાલનો પ્રયાસો કરવામાં આવ્‍યા હતા. સેલવાસ જીએનએલયુના પ્રવેશદ્વાર પાસે વૃક્ષ તૂટી પડતા થોડા સમય માટે અવર-જવર બંધ થઈ જવા પામી હતી. જ્‍યાં ન.પા. તંત્રની ટીમે ધરાશાયી થયેલા વૃક્ષનેદૂર કર્યા બાદ સ્‍થિતિ સામાન્‍ય બની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ પ્રદેશના વિવિધ રસ્‍તાઓના કામો અધૂરા છોડવામાં આવ્‍યા છે ત્‍યાં મોટા મોટા ખાડાઓ પડી ગયા હોવાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ ભારે તકલીફો વેઠવા પડી રહી હોવાનું નજરે પડે છે. હાર્દસમા સેલવાસ રીંગ રોડ પર ડોકમરડી પુલ અને લાયન્‍સ સ્‍કૂલ નજીકના પુલના સર્વિસ રોડની હાલત પણ અત્‍યંત ખખડધ અને દયનીય બની જતાં પારાવાર મુશ્‍કેલીનો સામનો લોકોને કરવા પડી રહ્યો છે. તેથી તંત્ર દ્વારા તાત્‍કાલિક ધોરણે મરામ્‍મત કામનો પ્રારંભ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે.
છેલ્લા ચોવિસ કલાક દરમિયાન ખાબકેલા વરસાદમાં સેલવાસમાં 81 એમએમ= સાડા ત્રણ ઇંચથી વધુ અને ખાનવેલમાં 46.0 એમએમ=1.81 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્‍યો છે. દાનહમાં સિઝનનો કુલ વરસાદ 245.0 એમએમ= 9.65 ઇંચ અને ખાનવેલમાં 428.0 એમએમ= 16.85 ઇંચ વરસ્‍યો છે. મધુબન ડેમનું લેવલ 65.90 મીટર છે અને ડેમમાં પાણીની આવક 4182 ક્‍યુસેક અને પાણીની જાવક 353 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

દમણ જિલ્લા આંતર શાળા એથ્‍લેટિક્‍સ 400 મીટર દોડ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ સ્‍કૂલના વિદ્યાર્થીએ મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

વલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્‍યાઃ ભત્રીજાને બચાવી લેવાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

Leave a Comment