October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા વિસ્‍તાર માટે સફાઈ માટે નવો કોન્‍ટ્રાક્‍ટ રૂા.7.25 કરોડનો અપાયો

જુનો કોન્‍ટ્રાક્‍ટ રૂા.7.94 કરોડનો હતો તે પણ સ્‍વભંડોળ થકી હતો : નવો કોન્‍ટ્રાક્‍ટ ગ્રાંટમાંથી અપાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પાલિકા મહત્ત્વની ભૂમિકા સ્‍વચ્‍છતાની છે. શહેરને સ્‍વચ્‍છ નિર્મળ રાખવા માટે ક્‍યાંક પાલિકા વહિવટી તંત્ર ઉણું ઉતરતું જોવા મળે છે પરંતુ એ તમામ ક્ષતિઓ દૂર કરીને પાલિકાએ સફાઈ માટે નવા કોન્‍ટ્રાક્‍ટરનીનિમણૂંક કરી રૂા.7.25 કરોડમાં શહેરની સફાઈનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો છે.
કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈના જણાવ્‍યા અનુસાર વાપી પાલિકા વિસ્‍તારનો સફાઈ કોન્‍ટ્રાક્‍ટ સ્‍વચ્‍છતા કોર્પોરેશનને રૂા.7.24 કરોડનો અપાયો હતો. પાલિકા માટે લેવાયેલ આ નિર્ણયથી પાલિકાને ઘણો ફાયદો થશે. કારણ કે જુનો કોન્‍ટ્રાક્‍ટ સ્‍વભંડોળથી અપાયો હતો જ્‍યારે નવો ગ્રાન્‍ટમાંથી અપાયો છે. તેમજ પહેલાં 240 લેબરનો સ્‍ટાફ કાર્યરત હતો હવેથી 365 લેબર સફાઈ કામકાજ કરશે તેમજ જુના કોન્‍ટ્રાક્‍ટર પાસે બ્રુમિંગ મશીનની સુવિધા નહોતી, નવા કોન્‍ટ્રાક્‍ટમાં બ્રુમિંગ મશીનની સુવિધા પણ છે. રાત્રીના સમયમાં મશીન કામગીરી કરશે. નવિન સફાઈ કોન્‍ટ્રાક્‍ટનો નિર્ણય પાલિકાના અમુક વર્ગને અનુકૂળ નથી આવ્‍યો. કારણ કે ભાગ બટાઈનો છેદ ઉડી ગયો છે. પાલિકા સ્‍વભંડોળમાં ખર્ચ પડવાનો નથી. ગ્રાન્‍ટમાંથી કોન્‍ટ્રાક્‍ટ અપાયો છે તેનું દુઃખ પણ અમુકને થઈ રહ્યું છે.

Related posts

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

મોટી દમણના કચીગામની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલનો વાર્ષિક રમતોત્‍સવ સંપન્ન

vartmanpravah

બગવાડા હાઈવે પર કન્‍ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા કારનો ખુરદો: એર બેગ ખુલી જતા કારમાં સવાર તમામનો સામન્‍ય ઈજા સાથે બચાવ

vartmanpravah

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah

Leave a Comment