September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડના કોસંબા ગામે સોમવારે રાત્રે એક મોબાઈલની બંધ દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાને લઈ સ્‍થાનિક વિસ્‍તારમાં ભારે ભાગ-દોડ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
કોસંબા ગામે ગ્રામ પંચાયતની સામે આવેલ ન્‍યુ એસ.કે. મોબાઈલ રિપેરીંગ નામની બંધ દુકાનમાં રાત્રે આગ લાગી હતી. આગના વિકરાળ સ્‍વરૂપને લઈ દુકાનમાં રાખેલ રિપેરીંગના મોબાઈલ સહિત નવા મોબાઈલ અને સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતા સ્‍થાનિક રહીશો દુકાન પાસે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવાના પ્રયત્‍નો કર્યા હતા. અંતે આગ બુઝાઈ ગઈ પણ આગમાં દુકાન ભસ્‍મીભૂત થઈ ચૂકી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવાપામેલ નથી. આગની જાણ બાદ પોલીસ આવી પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

Leave a Comment