Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

બે દિવસથી આધેડ ગાયબ રહેતા આધેડની શોધખોધ દરમિયાન ફાંસો ખાધેલી હાલતમાં મળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: પારડી તાલુકાના ગોઈમા ગામે વાણિયા ફળિયામાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા કાંતિભાઈ નાનાભાઈ કો. પટેલ ઉ.વ.59નો નાનો દીકરો નિકુંજ વિદેશ જવાનો હોવાથીતેમની પત્‍ની રીનાબેન મુંબઈ ખાતે ગયા હતા અને ત્‍યાં સંબંધીને ત્‍યાં રોકાયા હતા અને બીજો મોટો દીકરો અક્ષય કોન્‍ટ્રાકટરનું કામ કરતાં હોવાથી તે છેલ્લા પંદરેક દિવસથી દમણ ખાતે રહેતો હતો. કાંતિભાઈ ઘરે એકલા હતા અને છેલ્લા દિવસથી ઘરે હાજર ન મળતા પાડોશમાં રહેતા સંબંધીએ તેમના પિતા ઘરે ના હોવા અંગે મોટો પુત્ર અક્ષયને જાણ કરી હતી અને શોધખોળ કરતાં કાંતિભાઈ તેમના ઘર પાછળ આવેલી આંબા વાડીમાં બારથી પંદર ફૂટ ઉંચી આવેલી ડાળી સાથે નાયલોન દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્‍યા હતા. જેમને રોહિણા સરકારી હોસ્‍પિટલ લઈ જવાતા મૃત જાહેર કર્યા હતા. કાંતિભાઈએ કયાં કારણસર આપઘાત કર્યો તે બહાર આવ્‍યું નથી.

Related posts

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

vartmanpravah

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્‍ય અને વિશાળ રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

Leave a Comment