January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુંગરીમાં બાઈક સ્‍લીપ થઈ વીજપોલ સાથે અથડાતા પરિયાના ચાલકનું મોત

પરિયાનો યુવાન તેના સાસરિયા ડુંગરી ખાતે જતાં બની ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: પારડી તાલુકાના પરિયા ગામે મોરા ફળિયા ખાતે રહેતો પરિણીત યુવાન હરેશ કાંતિભાઈ પટેલ ઉ.વ. 30 ગત શનિવારના રોજ સાંજે પોતાની સ્‍પ્‍લેન્‍ડર બાઈક ઈંબર જીજે-15-બીડી-6934 પર સવાર થઈ તેના સાસરે ડુંગરીગામ વડ ફળિયા ખાતે જવા નીકળ્‍યો હતો. ત્‍યારે તેને ડુંગરીગામની હદમાં વાંગરીયા ફળિયા ખાતેરાવણભાઈના ફાર્મ હાઉસ પાસે હરેશભાઈએ કોઈ કારણસર સ્‍ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક સ્‍લીપ થઈ રોડની બાજુમાં આવેલા વિલપોલ સાથે અથડાઈ હતી. આ અકસ્‍માતમાં હરેશભાઈને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચતા સારવાર માટે પ્રથમ પારડી સરકારી હોસ્‍પિટલ બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયો હતો. જ્‍યાં સારવાર દરમિયાન હરેશભાઈનું મોત નીપજ્‍યું હતું. આ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

ચીખલી થાલામાં મુખ્ય માર્ગ ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઅો દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ કરતાં જિલ્લા પ્રમુખ અલકાબેન શાહ

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

Leave a Comment