Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

ચેકડેમો પાણી વિના શોભાના ગાઠિયા સમાન સાબિત થયાઃ ચેકડેમોમાં એક ટીપુ પણ પાણી જોવા મળતું નથીઃ લોકો અને ખેડૂતો પાણી વિના ત્રાહિમામ્‌ પોકારી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકામાં બનાવેલા અસંખ્‍ય ચેકડેમોમાં એક ટીપું પાણી જેવા મળતું નથી. ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. ઘણા ચેકડેમો ખંડેર, જર્જરિત અને બિસ્‍માર હાલતમાં છે.
કપરાડા અને ધરમપુરના તાલુકાના આદિવાસી લોકોને પીવાનું પાણી મળી રહે. સિંચાઈના પાણી મળીરહે તે હેતુથી સરકાર દ્વારા અસંખ્‍ય ચેકડેમો કરોડોના રૂપિયાના બનાવેલા છે. તેમાંના ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. અને પાણીનો સંગ્રહ કરવાને યોગ્‍ય નથી ? તેવા ચેકડેમોમાં એક ટીપું પાણી જોવા મળતું નથી. અત્‍યારે સૂર્ય નારાયણે રોદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું છે. અને પુષ્‍કળ પ્રમાણમાં ગરમી પડે છે. તેવા સમયમાં પાણીના લોકોને ફાંફા પડી રહ્યા છે. જળ સંકટ શરૂ થઈ ગયું છે. લોકો અને ખેડૂતો પાણી વિના ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
ત્‍યારે આ ચેકડેમો પાણી વિનાના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી ખેડૂતોને મળી રહ્યા નથી.? પાણી વિના ખેડૂતોની દયનીય હાલત બની છે. કફોડી હાલત બની છે. ઘણા ચેકડેમો કોન્‍ટ્રાકટર દ્વારા ભષ્‍ટ્રાચાર આચરીને ગુણવત્તા વિહોણી નિમ્‍ન સ્‍તરીય કામગીરી કરીને બોગસ મટીરીયલ વાપરીને બનાવેલા ચેકડેમો તહસનહસ થઈ ગયા છે. ખંડેર હાલતમાં છે. બિસ્‍માર હાલતમાં છે. ભંગાર હાલતમાં છે. જર્જરિત હાલતમાં છે. ચેકડેમો તૂટી ગયા છે. સરકારનો ચેકડેમોનો ખર્ચ પાણીમાં ગયો છે. જેની તપાસ થાય એવી લોકોએ માંગણી કરી છે. મહત્‍વની વાત એ છે કે ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. તેની સાફ્‌-સફાઈ કરીને ઊંડા કરવામાં આવે એવી ખેડૂતોએ માંગણી કરીછે.
ચેકડેમ પાછળ કરેલો ખર્ચ વ્‍યર્થ નિવડયો કપરાડા અને ધરમપુર તાલુકામાં જંગલ ખાતાની વન વિભાગ દ્વારા ડુંગરોમાં બનાવેલા ચેકડેમો પાણી વિનાના શોભાના ગાંઠીયા સમાન સાબિત થયા છે. પાણી વિના સુક્કા ભઠ્ઠ ભાસે છે. તાલુકામાં જંગલ ખાતાની રેન્‍જ દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમો પાણી વિનાના નિરર્થક સાબિત થયા છે. ચેકડેમોનો ખર્ચ પાણીમાં ગયો છે.

કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્‍તારમાં જળસંકટ

કપરાડા અને ધરમપુર તાલુકામાં ચેકડેમોમાં પાણી ન હોવાથી જમીનમાં પાણીના સ્‍તર ખૂબ ઉંડે જતા રહ્યા છે. તેને કારણે કુવામાં, બોરમાં, હેન્‍ડ પંપમાં પાણી ખૂટી ગયા છે. પાણી ઊંડે જતા રહ્યા છે. અને જળ સંકટ ઉભું થયું છે. પાણી વિના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

Related posts

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસભર ધોધમાર વરસાદ વરસ્‍યો

vartmanpravah

આજે રક્ષાબંધન પવિત્ર પર્વે નિમિત્તે વાપીપાલિકાની ભેટ : બહેનો અને બાળકો માટે સીટી બસમાં નિઃશુલ્‍ક સફર

vartmanpravah

Leave a Comment