October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

સંવિધાન દરેક જરૂરિયાતમંદ નાગરિકોને મફત કાયદાકીય મદદ કરે છે તેથી લાભાર્થીઓએ જાગૃત બનીને કાનૂની યોજનાઓનો લાભ લેવા માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવો જોઈએઃ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ, દમણના કાર્યકારી સભ્‍ય સચિવ એસ.એન.સ્‍વાલેશ્વર્કર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : દમણ અને દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ શ્રી એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીની ઉપસ્‍થિતિમાં ગુરૂવાર તા.09 નવેમ્‍બરના સવારે 10 વાગ્‍યે મોટી દમણની દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંરાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ, દમણના કાર્યકારી સભ્‍ય સચિવ શ્રીમતી એસ.એન.સ્‍વાલેશ્વર્કરે શિબિરમાં ઉપસ્‍થિત લોકોને માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, સંવિધાન દરેક જરૂરિયાતમંદ નાગરિકોને મફત કાયદાકીય મદદ કરે છે. તેથી લાભાર્થીઓએ જાગૃત બનીને કાનૂની યોજનાઓનો લાભ લેવા માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવો જોઈએ.
રાષ્‍ટ્રીય કાનૂની સેવા દિવસના અવસરે મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયતમાં આયોજીત કાનૂની જાગૃતિ શિબિરમાં શ્રીમતી એસ.એન.સ્‍વાલેશ્વર્કરે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, દર વર્ષે 9 નવેમ્‍બરને તમામ રાજ્‍ય કાનૂની સેવા સત્તાધિકારી દિવસ મનાવે છે. દેશની રાજધાનીમાં કેટલાય સ્‍થળોએ વિવિધ પ્રકારની કાનૂની સારક્ષતા શિબિરો અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ છે. જેમાં કાનૂની સેવા દિવસ સંબંધિત કાર્યો અને શિબિરોમાં સરકારી અને ખાનગી બંને સંગઠનોના લોકો ભાગ લેતા હોય છે. શ્રીમતી એસ.એન.સ્‍વાલેશ્વર્કરે વધુમાં માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, કાનૂની સેવા દિવસ ઉજવવાનો મુખ્‍ય ઉદ્દેશ દેશભરમાં નબળા વર્ગોના લોકોને કોઈપણ પ્રકારના ચાર્જ વગર કાયદાકીય સેવાઓ પુરી પાડવાનો છે. જેનો લાભ મહિલાઓ, વિકલાંગ વ્‍યક્‍તિઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બાળકો, માનવ તસ્‍કરી પીડિત અને સાથે કુદરતી સમસ્‍યાથી પીડિતલોકો લઈ શકે છે.
આ અવસરે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સમય સમયે શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેમાં કાનૂની વ્‍યવસ્‍થાના સંચાલનને સુદૃઢ બનાવવા અને સમાનતાના આધારે લોકોની ધાર્મિકતાને પ્રોત્‍સાહિત કરવા માટે લોક અદાલતોનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ કાનૂની સંદેશ તેમના કાયદાકીય અધિકારના રૂપે મફત કાનૂની સેવાઓ પુરૂં પાડવાનો છે.
આ અવસરે ખાસ ઉપસ્‍થિત રહેલા વકિલ શ્રી ઉદય પટેલે પણ રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની યોજના બાબતે જાણકારી આપી હતી. જ્‍યારે વકિલ સ્‍મિતા ગોહિલે તેના લાભ વિશે માહિતી આપી હતી.
આ શિબિરમાં દમણવાડા ગ્રામ પંચાયત તથા આજુબાજુના વિસ્‍તારના લાભાર્થીઓ અને દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતનો સ્‍ટાફ પણ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

vartmanpravah

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

vartmanpravah

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

Leave a Comment