December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય એસ.યુ. પટેલ સહિતના આગેવાનોના અથાગ પ્રયત્‍નના કારણે થાલાનું તળાવ ગામનું બની રહેલું એક સુંદર નઝરાણું

(અહેવાલ : દીપક સોલંકી ચીખલી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.16: થાલામાં તળાવને કેટલાક વર્ષ પૂર્વે માજી સરપંચ મુકેશભાઈ પટેલના ફરજકાળ દરમ્‍યાન ઊંડું કરવામાં આવ્‍યું હતું. અને આ વીશાળ તળાવમાં આજે ભર ઉનાળે વિશાળ માત્રામાં પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ હોય આસપાસના બોર કૂવામાં પણ પાણીના સ્‍તર જળવાઈ રહ્યા છે. તળાવને ઊંડું કરવા સાથે સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય એસ.યુ.પટેલ (સોલધરા) સહિતના આગેવાનોએ તળાવની પાળનો વિકાસ કરવા બીડું ઝડપ્‍યું હતું અને જેમાં પ્રોટેક્‍શન વોલ, પેવર બ્‍લોક, તળાવમાં બેસવાની વ્‍યવસ્‍થા સહિતના કામો કરવામાં આવ્‍યા હતા અને તળાવની પાળે મોટાપાયે ગુલ મોહર, ચંપો જેવા ફુલછોડો અને બારેમાસ લીલાછમ રહેતા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્‍યું હતું.
થાલા તળાવની પાળે માત્ર વૃક્ષા રોપણ કરીને સંતોષ ન માની એસ.યુ.પટેલ, ભાજપના મહામંત્રી સમીરભાઈ, પૂર્વ સરપંચ મુકેશભાઈ સહિતનાઆગેવાનો દ્વારા આ ફૂલછોડ, વૃક્ષોનો ઉછેર માટે સમાયતરે સાફ સફાઈ જરૂરી ખાતર, પાણી પણ જાતે પૂરૂં પાડી માવજત કરવામાં આવતા આજે સમગ્ર તળાવની રોનક બદલાઈ જવા પામી છે. ગુલમોહરના રંગેબેરંગબી ફૂલોથી તળાવની પાળ શોભી ઉઠી છે. બીજી તરફ તળાવમાં પાણીની લહેર સાથે ફૂંકાતા ઠંડા પવનને પગલે સમગ્ર વાતાવરણ આહ્‌લાદક બનવા પામ્‍યું છે અને આસપાસના અનેક લોકોને નિરાંતની પળો માણવા, આરામ ફરમાવવા, વોકિંગ કરવાનું સ્‍થળ બની જવા પામ્‍યું છે. આમ તળાવના વિકાસ માટે એસ.યુ.પટેલ સહિતના આગેવાનો નો પ્રકળતિ પ્રત્‍યેનો પ્રેમ અને મહેનત રંગ લાવી છે.

Related posts

દાનહના લુહારી ગામનો માર્ગ અતિ બિસ્‍મારઃ ઔદ્યોગિક એકમોના માલિકો તથા આમજનતામાં ભારે આક્રોશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં દાદરા નગર હવેલીના ઉદ્યોગો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી ડુંગરા ફલેટમાં રેડ કરી એસ.ઓ.જી.એ યુપીના એક ઈસમને બે પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment