October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

પાંજરાપોળની દિવાલમાં બાકોરૂ પાડીને આરોપી સંજય મેર અને ભરત મેર ચાર પશુની તસ્‍કરી કરી ગયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી રાતા પાંજરાપોળમાંથી ગત તા.16મીએ રાતે પાંજરાપોળના ભાગે દિવાલમાં બાકોરૂ પાડી ચાર પશુઓની ચોરી થવા પામી હતી. ફરિયાદ બાદ ડુંગરા પોલીસે ગણતરીના કલાકોમાં પશુ તસ્‍કરોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
વાપી રાતા પાંજરાપોળમાં દિવાલને બાકોરૂ પાડી ચાર પશુની ચોરી થયાની જાણ અજીત સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી રાજેશભાઈ હસ્‍તીમલ શાહને થતા પાંજરાપોળ દોડી ગયા હતા. ચાર પશુ ચોરી અંગેની ફરિયાદ તેમણેડુંગરા પોલીસમાં નોંધાવી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા. પોલીસ કોન્‍ટેબલ કરણસિંહ ચૌહાણ અને રાકેશભાઈને મળેલી બાતમી આધારે નામધા ખડકલા પહોંચ્‍યા હતા. ત્‍યાં શીતળા માતા મંદિર પાસેથી આરોપી સંજય માલાભાઈ મેર અને ભરત ભોલાભાઈ મેરને આબાદ રીતે ઝડપી પાડી તેમની પાસેથી ચાર પશુ રીકવર કર્યા હતા. પોલીસે પશુઓને પાંજરાપોળમાં મોકલી આપી આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડેએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

દાનહ-સાયલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment