યુનિયન બેંક ઓફ ઈન્ડિયા વાપી બ્રાન્ચના ખાતેદાર સાવિત્રી દેવીના ખાતામાંથી આરોપી રાકેશકુમાર ઉરવએ 30.59 લાખ ઉપાડી લીધેલા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વાપીની યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મહિલા ખાતેદારના ખાતામાંથી બનાવટી સહી કરીને રૂા.30.59 લાખ ઉપાડી લેનાર આરોપીના રિમાન્ડ પુરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ આરોપીએ વાપી સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી તે કોર્ટેનામંજૂર કરી જેલમાં મોકલી આપવાનો હૂકમ કર્યો હતો.
બનાવની વિગતો મુજબ વાપીની બેંક ઓફ ઈન્ડિયામાં મહિલા ખાતેદાર સાવિત્રી દેવીના ખાતાની ચેક બુક મેળવી રાકેશકુમાર ઉરવ નામના ઈસમે બનાવટી સહી કરીને આર.ટી.જી.એસ. અને એન.ઈ.એફ.ટી. મારફતે રૂા.30.59 ટ્રાન્સફર કરી નાખ્યા હતા. તેથી સાવિત્રી દેવીએ વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપી રાકેશકુમાર ઉરવની ધરપકડ કરી હતી. રિમાન્ડ પુરા થતા આરોપીએ વાપી કોર્ટમાં જામીન અરજી કરી હતી. નામદાર કોર્ટે ડી.જી.પી. ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીની જામીન અરજી ફગાવીને જેલમાં મોકલી આપવાનો હૂકમ કર્યો હતો.