October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમત-ગમત ક્ષેત્રમાં ખુબજ ઊંડાણ પૂર્વક તાલીમ આપવામાં આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના 48 માં યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક મીટમાંઅંકિત ચૌધરી (વ્‍.ળ્‍.ગ્‍.લ્‍ણૂ. ઘ્‍ંળષ્ટ. લ્‍ણૂશ.) એ લાંબી કુદમાં 7.07 મીટર કુદીને યુનિવર્સિટીના ઈતિહાસમાં નવો રેકોર્ડ સર્જીને ગોલ્‍ડ મેડલ હાંસલ કર્યો હતો અને ત્રિપલ લાંબી કુદમાં પણ 14.53 મીટર કુદીને રેકોર્ડ સર્જીને ગોલ્‍ડ મેડલ હાંસલ કરી યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કર્યુ હતું. અંકિત ચૌધરીને સમગ્ર તાલીમ અને માર્ગદર્શન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્‍યાપક ડો. મયુર પટેલે પુરૂ પાડ્‍યુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનુ નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે અંકિત ચૌધરી અને ડો. મયુર પટેલનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની પાર્ક કરેલ મોપેડમાં અજગર ભરાઈ ગયો

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિર્વાચિત અધ્‍યક્ષનવિનભાઈ પટેલે પદભાર સંભાળતા જ આદર્શ ગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ રોડના કામની કરાવેલી શરૂઆત

vartmanpravah

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

Leave a Comment