December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના મસાટ ગામ ખાતે રહેતા 26 વર્ષીય યુવાન એમના ઘરમાં હતા હૃદયરોગનો હૂમલો આવતાં અચાનક મોત થયું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે રજત પટેલ (ઉ.વ.26) જેઓ મળસ્‍કે પાંચ વાગ્‍યે ઉઠી નિત્‍યક્રમ પતાવી રસોડામાં જઈ દૂધ પી રહ્યા હતા, તે સમયે અચાનક ચક્કર આવતા ઢળી પડયા હતા. રજતનીપત્‍નીએ જોતાં તાત્‍કાલિક એમના પરિવારના સભ્‍યોને બોલાવ્‍યા હતા અને રજતને સારવાર અર્થે વાપીની રેઈન્‍બો હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્‍પિટલમાં ફરજ પરના તબીબે રજત મૃત જાહેર કર્યા હતા. યુવાનનું હોસ્‍પિટલ પહોંચવા પહેલા જ મોત થયું હતું. તેમના પરિવારમાં બે બહેનનો એકનો એક ભાઈ હોવાથી સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Related posts

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

દમણથી ગીર સોમનાથ દારૂ હેરાફેરી કરતી કારને પારડી હાઈવેથી એલસીબીએ ઝડપી

vartmanpravah

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

વાપી, પારડી, કપરાડા તાલુકામાં મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો મંજૂર

vartmanpravah

મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલ પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં બોયઝ અન્‍ડર-17 અને 14માં દાદરા નગર હવેલી તથા ગર્લ્‍સ અન્‍ડર-17માં દમણ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment