(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ બાલ ભવન ખાતે ચાલી રહેલા સમર કેમ્પમાં આજે બાળકોને અભિનવ ઈન્ડસ્ટ્રીઝની મુલાકાતે લઈ જવાયા હતા. બાળકોને અભિનવ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલા કાચ, સ્ટ્રો અને ફૂડ પેકેજીંગ બોક્સ બનાવવા વિશે સમજાવવામાં આવ્યું હતું.
આ મુલાકાતનો હેતુ બાળકોને દમણમાં બનતી વિવિધ વસ્તુઓ વિશે અને આપણા રોજીંદા જીવનમાં વપરાતી વસ્તુઓ કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે જણાવવાનો હતો. અભિનવ ઈન્ડસ્ટ્રીઝના મેનેજરે આ બધી વસ્તુઓ કઈ રીતે બને છે તે બાળકોને બતાવી અને સમજાવ્યું હતું. બાળકોને ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો રોજબરોજની આ વસ્તુઓનું નિર્માણ જોઈને ખૂબ જ ખુશ થયા હતા.
બાલ ભવન ખાતે 31મી મે સુધી ચાલનાર આ શિબિરમાં ભવિષ્યમાં પણ આવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.