Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

(ભાગ-1)

મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને પોતાના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિની નીતિને વણી લઈ શરૂ કરેલી ક્રાંતિની જ્‍વાળા ખુબ જ ટચૂકડા એવા દાનહ અને દમણ-દીવના જન જન અને ઘર ઘર સુધી પહોંચી ચુકી છે

આજથી બરાબર 9 વર્ષ પહેલાં દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સત્તાના સૂત્રો સંભાળ્‍યા હતા. મોદી સરકારના આગમન સાથે ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટનો પણ આરંભ થયો હતો. પરિવર્તન અને વિકાસ કોને કહેવાય અને કેવી રીતે સંભવ બની શકે છે તે જાણવું હોય તો મોદી સરકારના આગમન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂ થયેલા નવનિર્માણનો અભ્‍યાસ કરવો જરૂરી છે.
પ્રારંભમાં દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી બંને અલગ અલગ કેન્‍દ્ર શાસિત પ્રદેશો હતા. પરંતુ બંનેનો વહીવટ એક જ પ્રશાસક દ્વારા ચલાવાતો હતો. જેના કારણે પ્રશાસનિક સમય અને શક્‍તિનો પણ વેડફાટ થતો હતો. બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશો અલગ અલગ હોવાથી રાષ્‍ટ્રીય સ્‍તરે તેમની કોઈ નોંધ પણ નહીં લેવાતીહતી. પરંતુ મોદી સરકારના આગમન બાદ શરૂ થયેલા ક્રમશઃ પરિવર્તનના ભાગરૂપે 26મી જાન્‍યુઆરી, 2020ના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ કરતા એક નવા દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશનો જન્‍મ થઈ શક્‍યો છે.
26મી મે, 2014થી 2019ના મે સુધી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં મોદી સરકાર દ્વારા વિકાસને સીધા પાટે ચડાવવા માટે અનેક પ્રયોગો અને પ્રયાસો થયા છે. પ્રારંભમાં દમણ-દીવ અને દાનહનું સુકાન એક નવયુવાન આઈ.એ.એસ. અધિકારીઓને સુપ્રત કરાયું હતું. પરંતુ તેનાથી સરકારને સંતોષ નહીં થતાં છેવટે 29મી ઓગસ્‍ટ, 2016ના રોજ ઉપ રાજ્‍યપાલની તર્જ ઉપર દમણ-દીવમાં પ્રશાસક તરીકે રાજનીતિજ્ઞ એવા શ્રી પ્રફુલભાઈ પટેલની વરણી કરી હતી.
29મી ઓગસ્‍ટ, 2016થી લઈ આજપર્યંત પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા પ્રદેશના નવનિર્માણના અભિયાનનો અંત આવ્‍યો નથી અને દિન-પ્રતિદિન દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગણતરી ફક્‍ત રાષ્‍ટ્રીય સ્‍તરે જ નહીં પરંતુ વિશ્વમાં પણ એક સમૃદ્ધ પ્રદેશ તરીકે થઈ રહી છે. જેનો ફાયદો પ્રદેશના લોકોને પણ મળી રહ્યો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિર્માણના નંખાયેલા પાયાની આ ફક્‍ત પ્રસ્‍તાવના છે. પરંતુ જે રીતે મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને પોતાનાવહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિને વણી લઈ શિક્ષણ દ્વારા શરૂ કરેલી ક્રાંતિની જ્‍વાળા ખુબ જ ટચૂકડા એવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના જન જન અને ઘર ઘર સુધી પહોંચી ચુકી છે અને આવતા દિવસોમાં આ પ્રદેશ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બને તો નવાઈ નહીં…!

Related posts

લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી ચાર રસ્‍તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્‍ચે વાહનો રોડ શોધી રહ્યા છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment