એથ્લેટિક્સ, બેડમિન્ટન, ચેસ, ક્રિકેટ, હોકી, કબડ્ડી, કરાટે, ખોખો, સ્વિમિંગ, લોન ટેનિસ, વોલીબોલ, ટગ ઓફ વોર, બાસ્કેટ બોલ, ફૂટબોલ, હેન્ડબોલ, યોગાસન સહિત 21 રમતનો સમાવેશ કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: વલસાડ તાલુકાના કાંપરી ખાતે કાર્યરત શ્રી સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણભૂમિ રમત ગમત મહોત્સવનું આયોજન તારીખ 28, 29 અને 30 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું છે. જે માટે તારીખ 23/11/2024 સુધી https://ranbhumi.in લીંક ઉપર રજિસ્ટ્રેશન કરી શકાશે.
આ મહોત્સવમાં કુલ 21 રમત ગમતનો સમાવેશ કરાયો છે. જેમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ચેસ, ક્રિકેટ, હોકી, કબડ્ડી, કરાટે, ખોખો, સ્વિમિંગ, લોન ટેનિસ, વોલીબોલ, ટગ ઓફ વોર, બાસ્કેટ બોલ, ફૂટબોલ, હેન્ડબોલ, યોગાસન, ટેકવાન્ડો, ટેબલ ટેનિસ, જુડો, કુસ્તી અને કુરાસનો સમાવેશ થાય છે. આ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખાસ કરીને વ્યક્તિગત,ટીમ, શાળા, કોલેજ, શૈક્ષણિક સંસ્થા તેમજ સ્પોર્ટ્સ ક્લબ/એકેડમી દ્વારા વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયુ છે. વિવિધ રમતોના સ્થળ, તારીખ, કેટેગરી અને ઈવેન્ટની માહિતી તેમજ રજિસ્ટ્રેશન ફોર્મ વગેરેની તમામ માહિતી લિંકમાં આપવામાં આવી છે. વધુ માહિતી માટે કેયૂરભાઈ પટેલ (વકીલ)નો મો.નં. 98987 09949 અને નિલેશભાઈ કોસીયાનો મો.નં. 9375622974 પર સંપર્ક કરી શકાશે.
આ સિવાય 219- બીજા માળે, એમ સ્કેવેર મોલ, વલસાડ ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પણ સંપર્ક કરી ઓફલાઈન ફોર્મ ભરી પોસ્ટ કરી શકાશે. આ વિવિધ સ્પર્ધા બીએપીએસ સ્વામિનારાયણ સ્કૂલ અબ્રામા, વલસાડ, મા રિસોર્ટ નંદાવલા, વલસાડ અને નગરપાલિકાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને રણભૂમિ દ્વારા શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળી રહે તે માટે પ્રયાસ કરાયા છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન નિઃશૂલ્ક છે. વધુમાં વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રમત ગમત ક્ષેત્રે ઉજળો દેખાવ કરી શકે છે.