શાળાના 208 બાળકો ઠંડીમાં સ્વેટર મળતા ખુશખુશાલ બન્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: ધીરે ધીરે ઠંડી પાંખો ફેલાવી રહી છે ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકો પાસે સ્વેટર જેવી સગવડ ઓછી હોય છે તેથી બાળકોના સથવારે રોટરી ક્લબ ઓફ વાપી આગળ આવી છે. વાપી નજીક કોચરવા ગામના પટેલ ફળીયામાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોને રોટરી ક્લબ ઓફ વાપીએ સ્વેટરો અર્પણ કર્યા હતા.
રોટરી ક્લબ ઓફ વાપીએ નાની મદદ સ્વરૂપે શાળાના 208 જેટલા બાળકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ગરમ સ્વેટર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વાપી પ્રમુખ હેમાંગ નાયકે જણાવ્યું હતું કે, બાળકો એકલા નથી તેમની સાર સંભાળ રખાય છે તેવી પ્રતિતિ બાળકોને થાય છે. આ પ્રસંગે રોટરી સેક્રેટરી જોય કોઠારી, લક્ષ્મણ પુરોહિત, હાર્દિકભાઈ, વિરેન્દ્રભાઈ, હરીશભાઈષ કેતનભાઈ, અભયભાઈ અને બોર્ડના સભ્યોએ જાતે સ્કૂલમાં જઈ બાળકોને સ્વેટર અર્પણ કર્યા હતા.