(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાપીની આર.એસ.ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલમાં તાલુકા કક્ષાની યોગ સંવાદ બેઠકનું આયોજન થયું હતું, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર નિલેશ કોસીયાની અધ્યક્ષતામાં અને સ્કૂલના પ્રિન્સિપાલ ડો.રિચા શાહ અને વિમલભાઈ ચૌહાણના મુખ્ય મહેમાન તેમજ વાપી તાલુકાના યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકોની ઉપસ્થિત યોગ સંવાદ બેઠક યોજાઈ હતી.
યોગ ટ્રેનર સુહાની નાયકા દ્વારા યોગ નિર્દેશન કરવામાં આવ્યું ત્યારબાદપ્રાસંગિક ઉદ્વબોધન ડો.રિચા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. યોગના પ્રચાર માટે અને યોગના કાર્ય માટે સ્કૂલ અને મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવા જણાવ્યું હતું, જ્યારે વિમલભાઈ ચૌહાણ દ્વારા યોગ બોર્ડના કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવા વચન આપ્યું હતું. ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડિનેટર નિલેશ કોસીયા દ્વારા યોગ કોચ અને યોગ ટ્રેનરની ફરજ અને આદર્શ યોગ શિક્ષક બનવાના કાર્ય વિશે સંપૂર્ણ માહિતી આપી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યને ખૂબ જ ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લાને યોગના કાર્યમાં શ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે તેમજ વધુમાં વધુ નિઃશુલ્ક યોગ ક્લાસ શરૂ થાય એવુ આયોજન કરવા જણાવ્યું હતું.
યોગ સંવાદ બેઠકનું આયોજન સિનિયર યોગ કોચ શીતલબેન ત્રિગોત્રાએ કર્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરિંગ કિરણબેન દ્વારા કરવામાં આવ્યું હતું.