Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઉન્‍ટ આબુનાં શ્રી સ્‍વામી વિવેકાનંદ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ માઉન્‍ટેનીરિંગ ખાતે ખડક ચઢાણ તાલીમ કાર્યક્રમ યોજાયો

વાપી તાલુકાની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલ તથા કપરાડા તાલુકાની ગવટકા પ્રાથમિક શાળાનાં શિક્ષક વિમલ ટંડેલ આ તાલીમમાં જોડાઈને બાળકો માટે પ્રેરણારૂપ બન્‍યાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ,તા.31: શ્રી સ્‍વામી વિવેકાનંદ ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ માઉન્‍ટેનીરિંગ, માઉન્‍ટ આબુ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ખડક ચઢાણ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. તારીખ 18/05/2023 થી 27/05/2023 દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં 85 જેટલાં યુવાઓ નિષ્‍ણાંત કોચ મિત્રો દ્વારા તાલીમબદ્ધ થયાં હતાં. 10 દિવસીય તાલીમ દરમિયાન પ્રતિદિન નિયત સમયપત્રક મુજબ સવારનાં ચાર કલાકથી રાત્રિનાં દસ કલાક સુધી રોક કલાઈમ્‍બિંગ, રેપ્‍લીંગ, થીયોરિતિકલ ક્‍લાસીસ,પર્વતારોહણમાં ઉપયોગી સાધનોની જાણકારી તબક્કાવાર આપવામાં આવી હતી. ઉપરાંત ખડક ચઢાણ સ્‍પર્ધાનાં આયોજન સાથે બેઝિક પર્વતારોહણનું પ્રેક્‍ટીકલ જ્ઞાન આપવામાં આવ્‍યું હતું.
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાપી તાલુકાની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી અશ્વિનભાઈ ટંડેલ તથા કપરાડા તાલુકાની ગવટકા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ ટંડેલે આ કાર્યશાળામાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાની તાલીમમાં ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. વેકેશનનો સદ્‌ઉપયોગ કરી શાળાનાં બાળકોને સાહસિકતા તરફ આગળ ધપાવવાનો પ્રેરણાદાયી અભિગમ દાખવનારા આ ગુરુજનોનાં સંનિષ્ઠ પ્રયાસને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ બિરદાવી સહર્ષ અભિનંદન પાઠવ્‍યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્‍સાહી શિક્ષક શ્રી અશ્વિનભાઈ ટંડેલે ગત ડીસેમ્‍બર મહિનામાં એમની શાળાનાં 24 બાળકોને જૂનાગઢ ખાતે આવી નિઃશુલ્‍ક તાલીમથી લાભાન્‍વિત કર્યાં હતાં.
આ તાલીમ કાર્યક્રમ સંદર્ભે વધુ માહિતી આપતાં શ્રી અશ્વિનભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, બાળકો સહિત યુવા વર્ગ સાહસિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરાય અને ભાવિ ભારત સશક્‍ત નાગરિકોથી સમૃદ્ધ બને એવાં શુભ સંકલ્‍પ અને શુભેચ્‍છાઓ સાથે સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યાં હતાં. આ અવસરેસૌએ આગામી કેમ્‍પમાં એડવાન્‍સ તાલીમ લેવાની બાહેંધરી આપી હતી.

Related posts

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

vartmanpravah

સુરત રેન્‍જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

નાનાપોંઢા ચાર રસ્‍તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્‍ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વર્ગવાહિની નદીના પુલની રેલિંગનો હિસ્‍સો ધસી પડયો : દબાયેલા બે નો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

Leave a Comment